ભારતીય વિદ્યા ભવન્સ જી.આઈ.પી.સી.એલ.એકેડમી, નાની નરોલી ખાતે આજ રોજ શિક્ષક દિવસ ઉજવણી (સત્ર 2022-2023) કરવામાં આવી. ડૉ. સુધીર મિશ્રા, ભૂતપૂર્વ પ્રતિષ્ઠિત વૈજ્ઞાનિક અને મહાનિર્દેશક (બ્રહ્મોસ), ડી.આર.ડી.ઓ, સંરક્ષણ મંત્રાલય અને સી.ઈ.ઓ અને એમડીએ આ કાર્યક્રમ અંતર્ગત શાળાનાં શિક્ષકો અને વિદ્યાર્થીઓને સંબોધ્યા.
શિક્ષક દિવસનો મુખ્ય હેતુ બાળકોમાં શિક્ષણ પ્રત્યે જાગૃતતા લાવવાનો અને આદર્શ શિક્ષક તરીકેના ગુણો વિકસાવવાનો હતો. બાળકોમાં સારા સંસ્કારનો વિકાસ થાય અને નવી પેઢીના પાયાને મજબૂત બને તે હેતુથી આજનો આ કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમનું સંચાલન શાળાનાં વિદ્યાર્થીઓ દ્વારા સારી રીતે કરવામાં આવ્યું હતું. ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓએ દરેક વિષય શિક્ષકની ભૂમિકા ભજવી અને વર્ગખંડને જીવંત વાતાવરણ પ્રદાન કર્યું હતું. ત્યારબાદ શાળામાં વર્ચ્યુઅલ માધ્યમથી શિક્ષકદિનની ઊજવણી નિમિત્તે કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો. ડૉ. સુધીર મિશ્રાના નેતૃત્વ હેઠળ, “ટીમ બ્રહ્મોસ” એ લેન્ડ ટુ લેન્ડ, સી ટુ લેન્ડ અને એર ટુ સી/લેન્ડ એપ્લિકેશન માટે નવી ક્ષમતાઓ અને વર્ઝન હાંસલ કર્યા છે. બ્રહ્મોસ-એની અનુભૂતિ એ ભારત માટે આ પ્રકારની અનન્ય ક્ષમતા ધરાવતો વિશ્વનો પ્રથમ દેશ બનાવવો તેમની એક ઐતિહાસિક સિદ્ધિ છે.
આચાર્યએ તેમના સ્વાગત સન્માનમાં તેમના વિશે માહિતી આપી:
તેઓ રશિયન એકેડેમી ઓફ કોસ્મોનાટિક્સના એકેડેમીશિયન છે. તેઓ રોયલ એરોનોટિકલ સોસાયટી (યુકે), એરોનોટિકલ સોસાયટી ઓફ ઈન્ડિયા, ઈન્સ્ટિટ્યુશન ઑફ એન્જિનિયર્સ (ઈન્ડિયા), ઈન્સ્ટિટ્યુશન ઑફ ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ટેલિકોમ્યુનિકેશન એન્જિનિયર્સ (આઈઈટીઈ), ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુશન ઑફ પ્રોડક્શન એન્જિનિયર્સ અને સેન્ટર ફોર એક્સેલન્સ ઇન પ્રોજેક્ટ મેનેજમેન્ટ, નવી દિલ્હીના ફેલો છે. તેઓ ઘણી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય વ્યાવસાયિક સોસાયટીઓના સભ્ય છે. ભારતીય સશસ્ત્ર દળોની જરૂરિયાતને સંતોષતી શ્રેષ્ઠ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ પણ તેમણે તૈયાર કરી છે. આ ઉપરાંત તેમને અનેક ક્ષેત્રે વિવિધ એવોર્ડ પણ મળેલા છે.
ડૉ. સુધીર મિશ્રાજી માટે ગૌરવ પૂર્ણ અનુભવ અબ્દુલ કલામજી સાથે કાર્ય કરવાનું તેમનો અનુભવ વિદ્યાર્થીઓ સાથે વર્ણવ્યો. ડૉ.સુધીર મિશ્રા ટેકનોલોજી અને ભારતની ટેકનોલોજી ક્ષેત્રે થયેલ પ્રગતિ વિશે જાણકારી આપી. તેમણે એ પણ જણાવ્યું કે આજથી 75 વર્ષ પહેલા ભારત માત્ર કૃષિપ્રધાન દેશ હતો અને જ્યારે આધુનિક ભારતે ટેકનોલોજીના ક્ષેત્રે વિશ્વને ચેલેન્જ આપનાર દેશ બની ગયો છે. તેમણે કોવિડ-19 ની વિકટ પરિસ્થિતિમાં પણ ભારત દેશે કેવી રીતે સામનો કર્યો તેના વિશે જણાવ્યું. ત્યારબાદ તેમણે વિદ્યાર્થીઓના સવાલોના સંતોષકારક જવાબ આપ્યાં. કાર્યક્રમના અંતમાં વિદ્યાર્થીઓએ દરેક શિક્ષકોને કાર્ડ આપ્યાં અને શુભેચ્છા પાઠવી કાર્યક્રમનું સુખદ સમાપન કર્યું.
વિનોદ મૈસુરિયા : વાંકલ