Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : વાંકલ અટલબિહારી વાજપેયી કોલેજના વિદ્યાર્થીઓ બોક્સિંગમાં ઝળક્યા.

Share

માંગરોળનાં વાંકલ અટલબિહારી વાજપેયી કોલેજના વિદ્યાર્થીઓ બોક્સિંગમાં વિધાર્થીઓએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ મેળવી કોલેજનું ગૌરવ વધાર્યું હતું.

તાજેતરમાં પી.એચ.ઉમરાવ કોલેજ ખાતે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા ભાઈઓ માટે આંતર કોલેજ બોક્સિંગ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વાંકલ ખાતે કાર્યરત અટલ બિહારી વાજપેયી સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાંથી વસાવા સતિષ સોમાભાઈએ સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો હતો. આ સાથે સિંધવ જયેશ સેલાભાઈ, વસાવા નિર્મલ અજીતભાઈ, વસાવા સંદિપ સુરેશભાઈ, વસાવા વિપુલ ધનજીભાઈ, વસાવા પિયુષ કંછુભાઈએ બ્રોન્ઝ મેડલ મેળવી કોલેજનું નામ અને ગૌરવ વધાર્યું હતું. કોલેજની આ સિદ્ધિ બદલ કોલેજના આચાર્ય અને કોલેજ પરિવાર દ્વારા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતાં.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર નગરપાલિકા વિસ્તારમાં રખડતા ઢોરને પાંજરામાં પકડવાની કામગીરી હાથ ધરાઈ.

ProudOfGujarat

વડોદરામાં GST ની ક્રેડિટ મેળવવા માટે બોગસ ડોક્યુમેન્ટ બનાવનાર બે ભેજાબાજ ઝડપાયા

ProudOfGujarat

સુરત અડાજણમાં ધોરણ 10 ની વિદ્યાર્થિની હિર મોઢિયાએ ઘરમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!