Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ-ઉમરપાડા તાલુકા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહ ઝંખવાવ ખાતે યોજાયો.

Share

મહાનદાર્શનિક અને દેશના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને પૂર્વ રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લવી રાધાકૃષ્ણનની સ્મૃતિમાં સમગ્ર દેશમાં વિશ્વમાં ૫ મી સપ્ટેમ્બરના દિનને “શિક્ષકદિન” તરીકે ઉજવવામાં આવે છે, ત્યારે માંગરોળ-ઉમરપાડાના વયનિવૃત્ત અને પ્રતિભાશાળી શિક્ષકોને સન્માનવા-ગુરૂવંદના માટેના કાર્યક્રમનું આયોજન કરી શિક્ષકો કે જે ચારિત્ર્ય નિર્માણ અને રાષ્ટ્ર ઘડતરનું કામ નિષ્ઠાપૂર્વક કરી રહ્યા છે. તેમનું ઋણ સ્વીકાર કરી અભિવાદિત કરવા માટે કાર્યક્રમ શિક્ષક દિન” સ્થાનિક ઉજવણી સમિતિ, દ્વારા તારીખ 5/9/22 ના સોમવારના સવારે 10 :00 કલાકે માંગરોળ તાલુકાના ઝંખવાવ હનુમાનજી મંદિર ખાતે રાખવામાં આવેલ જેમાં સમારંભના અધ્યક્ષ માંગરોળના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી ગણપત સિંહ વસાવા હાજર રહ્યા હતા.

દીપ પ્રાગટ્ય ગણપત સિંહ વસાવાના હસ્તે કરવામાં આવેલ કાર્યક્રમની શરૂઆત ઝંખવાવ પ્રાથમિક શાળાની બાળાઓએ પ્રાર્થના, સ્વાગતથી કરી હતી. સ્વાગત પ્રવચન કિરણસિંહ રાણા મામલતદાર ઉમરપાડા એ કરેલ હતુ. કાર્યક્રમમા માંગરોળ, ઉમરપાડા તાલુકા પંચાયતના પ્રમુખ ચંદનબેન ગામીત, શારદાબેન ચૌધરી, માંગરોલ ટી ડી ઓ બી ડી સીસોદીયા, ઉમરપાડા ટી ડી ઓ રવિન્દ્ર સિંહ સોલંકી, માંગરોલ મામલતદાર એ સી વસાવા, ઉમરપાડા મામલતદાર કિરીટસિંહ રાણા, દિપક ભાઈ વસાવા, સામસીંગભાઈ વસાવા, દિનેશ ભાઈ સુરતી, મહાવીર સિંહ પરમાર, હર્ષદ ભાઈ ચૌધરી, વાલજીભાઈ વસાવા, અમીષભાઈ વસાવા, ભૂમિબેન વસાવા તેમજ અન્ય ચૂંટાયેલા અધિકારી, પદાધિકારી, શિક્ષકો હાજર રહ્યા હતા. માંગરોલ, ઉમરપાડા તાલુકાના 200 જેટલાં નિવૃત થયેલા શિક્ષકો, પ્રતિભાશાળી શિક્ષકો, બી એલ ઓ સુપરવાઈઝર શ્રીઓ, નવા હાજર થયેલા વિદ્યાસહાયક ભાઈ, બહેનો હાઈસ્કૂલના શિક્ષકોનુ શાલ ઓઢાડી પુષ્પગુચ્છ આપી માંગરોલના ધારાસભ્ય ગણપતસિંહ વસાવા દ્વારા વિશેષ સન્માન કરવામાં આવેલ.

Advertisement

માંગરોલ, ઉમરપાડાના નિવૃત શિક્ષક, તેમજ નવા આવેલા વિદ્યાસહાયક શિક્ષકો એ નોકરીના પોતાના પ્રતિભાવ આપેલ હતા. ગણપતસિંહ વસાવા એ પોતાના વક્તવ્યમા નિવૃત થનાર શિક્ષકોએ કરેલ કામગીરીને બિરદાવી હતી. સમગ્ર કાર્યક્રમનુ સંચાલન મોહનસિંહ ખેર એ કરેલ હતુ. કાર્યક્રમમા 500 જેટલાં શિક્ષકો હાજર રહ્યા હતા. માંગરોલ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ભુપેન્દ્રભાઈ મોદીનુ પણ વિશેષ સન્માન કરવામાં આવેલ હતુ. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા કારોબારી અધ્યક્ષ મહાવીરસિંહ પરમાર દ્વારા સુંદર આયોજન કરાયું હતુ. ગણપભાઈ વસાવા સાહેબ તરફથી આજરોજ આદિવાસી પર્વતારોહક સીમાબેન ભગત (શિક્ષિકા ) જેમને વિશ્વનો ચોથા નંબરનો સૌથી ઊંચો પર્વત “કિલીમંજારો” જે સાઉથ આફ્રિકા ખંડના તાંઝાનિયા દેશમાં આવેલો છે તેને માર્ચ 29/ 2022 ના રોજ ભારતીય પરિધાનમાં સર કરી વિશ્વ કીર્તિમાન સ્થાપિત કર્યો છે સાથે આપણા ગુજરાત અને ભારત દેશને ગૌરવ અપાવ્યું છે તેમનું પણ સાલ ઓઢાડી વિશેષ સન્માન સમ્માન કરવામાં આવેલ હતુ.

વિનોદ મૈસૂરિયા : વાંકલ


Share

Related posts

હાંસોટ : કોરોના વાઈરસને પગલે લોક ડાઉન થતાં પોલીસે લાલ આંખ કરતાં ફોર વ્હીલર સહિત ૩૨ જેટલા વાહનો ડીટેઈન કરતાં વાહન ચાલકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

ProudOfGujarat

માતરીયા તળાવ ઝુપડપટ્ટી વિસ્તારમાથી સત્તા બેટીંગનો જુગાર રમતા આઠ ઈસમો ઝડપાયા

ProudOfGujarat

વડોદરાના વેજપુરમાં 100 ફૂટ ઉંડા કૂવામાં પડેલી ભેંસને બચાવવા જતા યુવાને ગુમાવ્યો જીવ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!