સુરત જિલ્લાના ૧૫૬-માંગરોળ વિધાનસભા મત વિસ્તારની આગામી વિધાનસભાની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે સંગઠનની અગત્યની બેઠક પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાના અઘ્યક્ષપણા હેઠળ ઝંખવાવ ખાતે યોજવામાં આવી હતી. આ બેઠકમાં પૂર્વ કેબીનેટ મંત્રી ગણપતસિંહ વસાવા, માંગરોળ વિધાનસાભા પ્રભારી અને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના કારોબારી સભ્ય યોગેશભાઈ પટેલ, સુરત જિલ્લાના પ્રભારી ભરતભાઈ રાઠોડ, સુરત ભાજપા સંગઠનના પ્રમુખ સંદિપભાઈ દેસાઈ, મહામંત્રી દિપકભાઈ વસાવા, ઉપપ્રમુખ અનિલભાઈ શાહ, શામસીંગ વસાવા,વિધાનસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ સુરત જિલ્લા મોરચાના પ્રમુખ મહામંત્રીઓ, ઉમરપાડા તાલુકા પ્રભારી રાકેશભાઈ સોલંકી, ગણેશભાઈ ગામીત, તરસાડી નગરના પ્રભારી પ્રવિણભાઈ પટેલ, પુર્વ સુ.જિ.ભાજપા પ્રમુખ દિલીપસિંહ રાઠોડ, માંગરોળ અને ઉમરપાડા તાલુકાના જિ.પં. સદસ્યો, માંગરોળ ઉમરપાડા તેમજ તરસાડી નગરના સંગઠનના હોદ્દેદારો, ત્રણે એકમના મોરચાના પ્રમુખો / મહામંત્રીઓ, શકિત કેન્દ્રના પ્રભારી અને સંયોજકો માંગરોળ ઉમરપાડાના તાલુકા પંચાયત સદસ્યો અને તરસાડી નગર કોર્પોરેટરો હાજર રહ્યા હતા.
આ બેઠકમાં સંગઠનના હોદેદારો તેમજ ચુંટાયેલા સભ્યો એ સંકલન કરી આગામી વિધાનસભાની ચુંટણીમાં ૧૫૬-માંગરોળ વિધાનસભા મતવિસ્તારમાં ઉમેદવારને જંગી બહુમતીથી જીતાડવા હાકલ કરી તેમજ ચુંટણીલક્ષી માર્ગદર્શન પુરું પાડવામાં આવ્યું. કેન્દ્રમાં તેમજ ગુજરાત રાજયમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય, તેમણે આદિવાસી વિસ્તારમાં વિકાસના કામોને પ્રાધાન્ય આપવામાં આવેલ છે. જે અન્વયે વિધાનસભા સમાવિષ્ટ માંગરોળ / ઉમરપાડા તાલુકો અને તરસાડી નગરમાં સમાવિષ્ટ રોડ, રસ્તા, શિક્ષણ, સિંચાઈ, પીવાના પાણી, ઉર્જા ક્ષેત્રે સારો વિકાસ થયેલ છે. જેનાથી પ્રભાવિત થઈ સંગઠન તરફથી આપવામાં આવેલા કાર્યક્રમમો ત્રિરંગા યાત્રા તથા પ્રાથમિક સદસ્યતા અભિયાનમાં સારો એવા પ્રતિસાદ મળેલ છે. ભારત સરકાર તેમજ રાજય સરકારની યોજનાઓની માહિતી અને તેનો લાભ છેવાડાના માનવી સુધી મળે તે અંગે કાર્યકર્તાઓને બહોળો પ્રચાર પ્રસાર કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું.
વિનોદ મૈસુરિયા : વાંકલ
વિધાનસભા સામાન્ય ચુંટણી-૨૦૨૨ ની તૈયારીના ભાગરૂપે માંગરોળ વિધાનસભા સંગઠનની બેઠક યોજાઈ.
Advertisement