માંગરોળ તાલુકાના વાંકલ નગરે પર્યુષણ પર્વનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવ્યો. વાંકલના બજાર વિસ્તારમાં ફાલ્ગુનીબેન દિલીપભાઈ શાહે આઠ દિવસની ઉગ્ર તપસ્યા કરી જેને અઠ્ઠઈ આરાધના કહેવામાં આવે છે. આ ઉગ્ર તપસ્યા ફાલ્ગુની બેને કરી હતી. જૈન ધર્મ મુજબ ફક્ત ઉકાળેલું થારેલું પાણી પીવાતું હોય છે. અનાજ કે ફળ ફળાદી ગ્રહણ કર્યા વગર આ તપસ્યા કરવાની હોય છે. આજે તેમને પારણાં કરાવ્યા હતા. સંગીતકાર કૃણાલભાઈ અને વિધિકાર સંજયભાઈ એ આઠ દિવસ શુદ્ધ મંત્રોચ્ચાર સાથે સંગીતના તાલે શ્રી ચંદ્ર પ્રભુ જૈન જિનાલય વાંકલ ખાતે કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન રાજેન્દ્ર શાહે કર્યું હતું. વાંકલ ગ્રામજનો અને જૈનસંઘ દ્વારા કાર્યક્મ કરવામાં આવ્યો હતો.
વિનોદ મૈસુરિયા : વાંકલ
Advertisement