માંગરોળ તાલુકાના વાંકલ ખાતે આતંક મચાવતા કપિરાજ પાંજરે પુરાતા લોકોએ રાહતનો દમ લીધો. પેટ્રોલ પમ્પ પાસે બોરિયા ટેકરા પાસે કપિરાજને પકડવા માટે પાંજરું ગોઠવ્યું હતું. કપીરાજે આતંક મચાવ્યો અને બે દિવસમાં ચાર જણાને બચકા ભર્યા હતા જેથી વાંકલ વન વિભાગને જાણ કરવામાં આવતા પાંજરું ગોઠવી કપિરાજને પાંજરે પુરવાની શ્રેષ્ઠ કામગીરી કરવામાં આવી હતી. આર.એફ.ઓ હિરેન પટેલ અને વાંકલ રેન્જના ફોરેસ્ટર ફિલિપ ગામીતની દોરવણી હેઠળ કામગીરી કરવામાં આવી હતી. વનવિભાગના રોજમદારો પણ કામગીરીમાં જોડાયા હતા. વાંકલ ગ્રામજનોએ વાંકલ વન વિભાગનો આભાર માન્યો હતો.
વિનોદ મૈસુરિયા : વાંકલ
Advertisement