Proud of Gujarat
GujaratFeaturedINDIA

માંગરોળ તાલુકાના વાંકલ ખાતે શુક્રવારના હાટ બજારમાં વ્યક્તિ બહુરૂપી બનીને આવ્યો.

Share

બહુરૂપીનો વ્યવસાય લુપ્ત થવાને આરે છે ત્યારે આજરોજ શુક્રવારના હાટ બજારમાં બારડોલીથી વાંકલ ખાતે બાબુ.એમ. અવધકર આવ્યા હતા. તેઓ જોકરનો પહેરવેશ પહેરીને આવ્યા હતા. મેરાનામ જોકરનું સુંદર ગીત ગાયને લોકોના દિલ બહેલાવ્યા હતા. રાજુ ખુદ રોતા હે ઓર દુસરો કો હસાતા હે ના ડાયલોગ મારી લોકોના દિલ જીતી લીધા હતા. તેમના વ્યવસાય બાપ દાદા વખતથી ચાલતો આવ્યો છે. તેઓની ઉંમર 45 વર્ષની છે. તેઓએ પણ બાપદાદાના વ્યવસાય સાથે જોડાયેલા છે. તેઓ પોતાનું ગુજરાન ચલાવવા માટે આખા ગુજરાતના વિવિધ ગામોમાં બહુરૂપીનો ખેલ કરે છે. તેમના છોકરાને દસમા ધોરણ સુધી ભણાવ્યો છે તે ગ્લાસ પર ડિઝાઇન કરવાનું કામ કરે છે તે આ વ્યવસાયમાં જોડાવા માંગતો નથી એમ જણાવ્યું હતું.

વિનોદ મૈસૂરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

સિવિલ હોસ્પિટલ ખાતે પણ વીજના ધાંધિયા દર્દીઓ હેરાન પરેશાન ….

ProudOfGujarat

સાબરકાઠાં જિલ્લામાં ચાઈનીઝ તુક્કલ દોરી,ચાઈનીઝ લોન્ચર અને ચાઇનીઝ લેન્ટર્સના ઉપયોગ ઉપર પ્રતિબંધ

ProudOfGujarat

છોટાઉદેપુર ખાતે એક દિવસીય જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!