Proud of Gujarat
INDIAFeaturedGujarat

માંગરોળ : રતોલા ગામથી સગીરાને ભગાડી જનાર આરોપીને સગીરા સાથે એસ.ઓ.જી એ ઝડપી લીધો.

Share

માંગરોળ તાલુકાના રતોલા ગામથી સગીર વયની યુવતીને લગ્નની લાલચ આપી પટાવી ફોસલાવી ભગાડી જનાર યુવકને એસ.ઓ.જી ની ટીમે મોસાલી ચાર રસ્તા બસ સ્ટેશન પાસેથી સગીરા સાથે ઝડપી લીધો હતો.

તારીખ 19 ઓગસ્ટના રોજ રતોલા ગામે રહેતો આનંદ હરિદાસ ચૌધરી એ આજ ગામની એક સગીરાને લગ્નની લાલચ આપી પટાવી ફોસલાવી ભગાડી ગયો હતો જેથી સગીરાની માતાએ માંગરોળ પોલીસ મથકમાં આરોપી યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેની તપાસ એસ.ઓ.જી ને સોંપવામાં આવતા પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એમ ગીલાતર દ્વારા ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી કામગીરી શરૂ કરવામાં આવી હતી ત્યારે એસ.ઓ.જી ના એ.એસ.આઈ કિરણસિંહ લક્ષ્મણસિંહ અને પો.કો. અમૃતભાઈ ધનજીભાઈને બાતમી મળી હતી કે આરોપી આનંદ હરિદાસ ચૌધરી સગીરા સાથે મોસાલી ચાર રસ્તા વાંકલ તરફ જવાના બસ સ્ટેશન પર ઉભો છે જેને આધારે રેડ કરવામાં આવતા આરોપીને સગીરા સાથે ઝડપી લેવામાં આવ્યો હતો ત્યારબાદ માંગરોળ પોલીસને સુપ્રત કરવામાં આવ્યો હતો.

Advertisement

વિનોદ મૈસુરિયા : વાંકલ


Share

Related posts

ભરૂચના શુકલતીર્થ ગામે એક હોસ્ટેલમાં વિધાર્થીએ કર્યો આપઘાત જાણો વધુ

ProudOfGujarat

108 એમ્બ્યુલન્સના સ્ટાફ દ્વારા મહિલાને એમ્બ્યુલન્સમાં લઇ જતા સીવીલ હોસ્પિટલના ગેટ પાસે જ સફળ પ્રસુતિ કરાવી

ProudOfGujarat

બિનસચિવાલય ની પરીક્ષાઓ રદ્દ થતા કોંગ્રેસ લાલ ઘુમ : નાંદોદના ધારાસભ્યની આગેવાનીમાં નર્મદા જિલ્લા કલેકટરને આવેદન અપાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!