માંગરોળના વિવિધ ગામોને કૃષિ સાધનો, પશુ આહાર, ચાપ કટર, તાડપત્રી, રબર મેડ, સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમાં ઘોડબારના રમેશભાઈ ચૌધરીને 1,73,000 કિસાન પરિવહન યોજના હેઠળ ટાટા ટેમ્પો ખરીદવા 75 હજાર રૂપિયાની સહાય, કંટવાવના વેચાણ ચૌધરીને પાવર ટ્રીલર માટે પંચયાશી હજારની સહાય અને ત્રણ ફોન પ્રતિક સ્વરૂપે ફોન આપવામાં આવ્યા હતા. આ વિતરણનો કાર્યક્રમ માંગરોળના ધારાસભ્ય ગણપતસિંહ વસાવાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.
લાભાર્થીઓને કુલ 33 લાખ 3હજારની વિવિધ સામગ્રીઓનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. ગણપતસિંહ વસાવા એ કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું હતુ કે પહેલાની સરકારે આદિવાસી ઓનો વોટબેન્ક તરીકેનો ઉપયોગ કર્યો હતો. તેમના માટે આખા વર્ષનું ફક્ત 250 કરોડનું બજેટ ફાળવવામાં આવતું હતું. જયારે ગુજરાતમાં નરેન્દ્ર મોદી સરકાર હતી ત્યારે આદિવાસીઓ માટે વન કલ્યાણ બંધુ યોજના અમલમાં લાવી આદિવાસીઓ માટે 15 હજાર કરોડના બજેટની ફાળવણી કરી હતી. આ ટકે માંગરોળ તાલુકા પંચાયત પ્રમુખ ચંદન ગામીત, દિપક વસાવા, સિંચાઈના ચેરમેન અફઝલ પઠાણ, સુ.જી.ના દંડક દિનેશ સુરતી, અનિલ શાહ, માંડવી સબપ્લાન વિભાગના નવા નિમાયેલા ચૌધરી અને મકવાણા હાજર રહ્યા હતા. સુરત જીલ્લા પંચાયતના સદસ્યો, તાલુકા પંચાયતના સદસ્યો તેમજ કાર્યકરો હાજર રહ્યા હતા.
વિનોદ મૈસુરિયા : વાંકલ