Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : વેરાકુઇ ગામે ચેકડેમમાં વૃદ્ધે આત્મહત્યા કરી.

Share

માંગરોળ તાલુકાના વેરાકુઇ ગામે ચેકડેમમાં કૂદી પડી આત્મહત્યા કરનાર એક 70 વર્ષીય વૃદ્ધિની લાશ ફાયર ફાઈટરની ટીમે કલાકોની જહેમત બાદ આખરે શોધી કાઢી હતી. વેરાકુઇ ગામના સિંગાભાઈ દીતીયાભાઈ ગામીતે રવિવારે સાંજે કોઈક અગમ્ય કારણોસર ચેકડેમના પાણીમાં કૂદી પડી આત્મહત્યા કરી લીધી હતી. આ સમયે આજ ગામની એક મહિલાએ આ વૃદ્ધને ચેકડેમમાં પડતા જોયો હતો જેથી આ ઘટનાની જાણ ગ્રામજનોને કરવામાં આવતા ગ્રામજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તપાસ કરતા વૃદ્ધના કપડા સ્થળ પરથી મળી આવ્યા હતા. આ બાબતે સરકારી તંત્રને જાણ કરાતા તંત્ર દ્વારા માંડવી સ્થિત ફાયર ફાઈટરની ટીમને વૃદ્ધની શોધખોળ માટે બોલાવવામાં આવી હતી અને કલાકોની જહેમત બાદ આખરે ફાયર ફાઈટરની ટીમે લાશ શોધી કાઢી હતી.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

ઉમરપાડાના ગોવટ ગામ નજીક બાઈક ચાલક યુવક ઝાડ સાથે ભટકાતા મોત નીપજયું.

ProudOfGujarat

હાલોલ: શિવરાજપુરના નવી ભાટ ગામ પાસે કારમા વડોદરાના પરિવારે સામુહિક આત્મહત્યા કરતા ચકચાર

ProudOfGujarat

સુરતનાં વરાછા વિસ્તારમાં સરકારી કોલેજ આપવા અને કબ્જા રસીદ વાળી મિલકતોને કાયદેસર માલિકીનો હક્ક આપવાની માંગ સાથે મુખ્યમંત્રીને પોસ્ટ કાર્ડ લખવામાં આવ્યા હતા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!