Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજસ્થાનના ઝાલોરમાં દલિત વિદ્યાર્થીના મોતની ઘટનાના વિરોધમાં માંગરોળમાં મૌન રેલી યોજાઈ.

Share

રાજસ્થાનમાં જાલોરમાં દલિત વિદ્યાર્થીને પાણીના માટલાને અડવા જેવી સામાન્ય બાબતે શિક્ષક દ્વારા દલિત વિદ્યાર્થીને માર મારી હત્યા કરવાના આરોપ સાથે માંગરોળના મોસાલી ચાર રસ્તાથી મામલતદાર કચેરી સુધી દલિત સમાજની આગેવાની હેઠળ સર્વ સમાજના લોકોએ મૌન રેલી યોજી ન્યાયના હિતમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

રાજસ્થાનમાં દલિત વિદ્યાર્થીના મોતની ઘટનાના સુરત જિલ્લાના માંગરોળ સહિત વિવિધ તાલુકાઓમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે દલિત સમાજમાં તીવ્ર આક્રોશ વ્યાપી ગયો છે. આ ઘટનાના વિરોધમાં દલિત સમાજના આગેવાનો એડવોકેટ રાજુભાઈ પરમાર અને એડવોકેટ દિલીપ પરમારના નેતૃત્વ હેઠળ મોસાલી ચાર રસ્તા ખાતેથી મૌન રેલી નીકળી હતી જેમાં વિવિધ સમાજના લોકો જોડાયા હતા મૌન રેલી મામલતદાર કચેરી ખાતે આવી હતી ત્યારે ફરજ પરના નાયબ મામલતદાર રાગિણીબેન ગામીતને સમાજના આગેવાનો દ્વારા રાજસ્થાનના મુખ્યમંત્રી અને રાજ્યપાલને સંબોધીને લખેલું એક આવેદનપત્ર આગેવાનોએ સુપ્રત કરી જણાવ્યું કે દલિતોની એકધારી ઉપેક્ષા થઈ રહી છે. રાજસ્થાનનો દલિત વિદ્યાર્થી ઇન્દ્રકુમાર મેઘવાલની નિર્મમ હત્યા કરવામાં આવી છે. ભારતીય સંસ્કૃતિમાં સદીઓથી જાતિગત સુગ ધર્મગત નફરતની રાજનીતિ થઈ રહી છે. દલિતો વિરુદ્ધ ફરીથી મનુવાદી મનુસ્મૃતિગત બંધારણના અમલનો અસામાજિક તત્વોને અબરખો જાગ્યો છે. તમારા રાજ્યની શેરીઓમાં ગુંડાગીરીનો પ્રભાવ એટલો વધી ગયો છે કે દલિત રાંક બની ગયા છે કાયદો અને વ્યવસ્થા જવાબદારો જાળવતા નથી. શિક્ષકે વિદ્યાર્થીઓમાં માનવતાના મૂલ્યોનું સિંચન કરવાનું હોય છે પરંતુ કેટલાક જાતિગત માનસિકતા ધરાવતા શિક્ષકો અને અધિકારીઓ નિર્દય બનીને આવા કૃત્ય આચરી રહ્યા છે. હત્યાની ઘટનામાં સંડોવાયેલા શિક્ષક છૈલસિહની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે કોઈના પ્રભાવમાં આવ્યા વિના કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે જેમાં મજબૂત ચાર્જશીટ રજૂ કરવામાં આવે. આ સમગ્ર કેસની ટ્રાયલ ચલાવવા માટે સિનિયર ધારાશાસ્ત્રીઓની નિમણૂક કરવામાં આવે પ્રિડિતના પરિવારને આર્થિક સહાય આપવામાં આવે દલિતો વિરુદ્ધ થતા આવા અત્યાચારો બંધ કરવામાં આવે અને ભવિષ્યમાં કોઈ દલિત વિદ્યાર્થી આવા બનાવવાનો ભોગ ન બને તે માટે અગોતરુ આયોજન કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

Advertisement

દલિત આગેવાનનો દ્વારા રાજસ્થાનના જાલોરની ઘટનામાં ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવામાં આવે અને ઝડપી ન્યાય મળે તેવું આયોજન સરકાર કરે રૂપિયા એક કરોડની સહાય પીડિત પરિવારને આપવામાં આવે સાથે ઘરના બે માણસોને સરકારી નોકરી આપવામાં આવે તેવી માંગ અમે કરી છે માગણી નહીં સંતોષાય તો અમારૂ આંદોલન આવનારા સમયમાં ઉગ્ર બનશે.

વિનોદ મૈસૂરિયા : વાંકલ


Share

Related posts

નર્મદા જિલ્લામાં ૧૨ થી ૧૪ વર્ષની વયના ૧૯,૯૦૪ બાળકોને કાર્બેવેક્સ વેક્સીનની રસી અપાઇ.

ProudOfGujarat

વડોદરા : સરકારી આયુર્વેદિક દવાખાનું ઇંટોલા દ્વારા આશા અને ANM અર્થે બે દિવસીય તાલીમ યોજાઇ.

ProudOfGujarat

છત્રાલ જિલ્લા ખાતે થયેલ તેમજ પાટણ વેરાવલની ઘટના બાબતે મુળ નિવાસી સંઘ ધ્વારા અપાયેલ આવેદન પત્ર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!