પ્રાપ્ત માહિતી અનુસાર તા.26 એપ્રિલનાં રેન્જ આઈ.જી. ની આર.આર.સેલ ની ટીમે ઉમરપાડાનાં નશારપૂર ગામે રેડ કરી 84 હજાર રૂ. નો વિદેશી દારૂ સાથે ભૂપો ઉર્ફે ભુપેન્દ્ર ગંભીર વસાવાને ઝડપી પાડયો હતો. ઉમરપાડા પોલીસ મથકે એફ.આઈ.આર દાખલ કરી આ ગુનાની તપાસ માંગરોળ પોલીસ મથકનાં પી.એસ.આઈ ને આપવામાં આવી હતી. આ આરોપીને લાજપોર જેલ ખાતે લઇ જવામાં આવ્યા હતા. ત્યાંથી જણાવ્યું કે તેમનો કોરોના ટેસ્ટ કરાવો જેથી નવી સિવિલ હોસ્પિટલ સુરત ખાતે સેમ્પલ લેવામાં આવ્યા હતા. તેનો રિપોર્ટ પોઝિટિવ આવતા નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યો હતો. જયારે એના સીધા સંપર્કમાં આવેલા ઉપરોક્ત તમામને 14 દિવસ માટે હોમ કોરોન્ટાઈન કરવામાં આવ્યા છે. તેમાં પોલીસ મથકનાં પી.એસ.આઈ, પોલીસ જીપનો ડ્રાઈવર, એલ.આઈ.બી વિભાગનો જવાન, જી.આર.ડી જવાન અને અન્ય બે જવાનો કે જે આરોપીને લાજપોર જેલમાં મુકવા ગયા હતા. જયારે માંગરોળ પોલીસ મથકનો હવાલો પી.એસ.આઈ.એ.બી. મોરીને આપવામાં આવ્યો છે.
માંગરોળ પોલીસ મથકનાં પી.એસ.આઈ સહીત છ ને હોમ કોરોન્ટાઈન કરવામાં આવ્યા અને પોલીસ મથકનો હવાલો પી.એસ.આઈ.એ.બી. મોરીને આપવામાં આવ્યો.
Advertisement