માંગરોળ તાલુકાના દિણોદ અને પાતલ દેવી ગામે પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતભાઈ વસાવાની ઉપસ્થિતિમાં તિરંગા યાત્રા યોજાઇ હતી. આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થતા કેન્દ્ર અને રાજય સરકાર આઝાદીનાં અમૃત મહોત્સવની ઉજવણી કરી રહી છે જેના ભાગરૂપે દિણોદ ગામે ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં લોકો મોટી સંખ્યામાં હાથમાં ત્રિરંગો લઈ જોડાયા હતા અને આ યાત્રાનું દિણોદ ગામના લોકો તરફથી ઉત્સાહભેર યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું અને દરેક ઘરે-ઘરે ત્રિરંગા લગાડવામાં આવ્યા હતા.
પાતલદેવી ગામે પાતલદેવી ફાટકથી પાતલદેવી ગામ થઈ નાંદોલા ઈશનપુર ગામને જોડતો રસ્તો રૂ।. ૯૦ લાખના ખર્ચ તૈયાર કરવામાં આવ્યો છે તેનું લોકાપર્ણ પૂર્વ મંત્રી ગણપતભાઈ વસાવાના હસ્તે કરવામાં આવ્યું હતું. પાતલદેવી ગામમાં ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને ગામ લોકો ત૨ફથી ઉત્સાહભેર યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું અને દરેક ઘરે-ઘરે ત્રિરંગો લગાડવામાં આવ્યા હતા.
આ પ્રસંગે સુ.જિ.પં.દંડક દિનેશભાઈ સુરતી, માંગરોળ તાલુકા ભાજપા સંગઠન પ્રમુખ મુકંદભાઈ પટેલ, કારોબારી અધ્યક્ષ મહાવીરસિંહ પી. પરમાર, તાલુકા પંચાયતના સદસ્ય દિપકભાઈ ચોધરી, જીતુભાઈ જાદવ તથા સરપંચો, આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ગ્રામજનો ત્રિરંગા યાત્રામાં જોડાયા હતા.
વિનોદ મૈસૂરિયા : વાંકલ