આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે હરઘર તિરંગા અભિયાનના ભાગરૂપે દિનેશ સુરતીની આગેવાની હેઠળ માંગરોળ તાલુકાના ઝંખવાવની ઉચ્ચતર પ્રાથમિક શાળાથી તિરંગા રેલી ઝંખવાવના બજાર વિસ્તારમાં ફરી હતી અને મેઈન રસ્તા સુધી તિરંગાયાત્રા યોજાઈ હતી. આ તિરંગા પદયાત્રામાં શાળાના વિદ્યાર્થીઓ, ગ્રામજનો પગપાળા ચાલીને સહભાગી થયા હતા. સૌએ તિરંગો લહેરાવી હર્ષનાદ સાથે અભિવાદન કર્યું હતું.
આ પ્રસંગે જણાવ્યું હતું કે, આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે સમગ્ર દેશ આઝાદીના અમૃત્ત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે પ્રત્યેક નાગરિકોમાં રાષ્ટ્રભાવના જાગૃત થાય તે માટે તિરંગા યાત્રામાં નવા ભારતના નિર્માણ માટે સૌ કોઇ હર ઘર તિરંગા અભિયાનમાં જોડાતા સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. વિદ્યાર્થીઓનાઅને ગ્રામજનોના જુસ્સાને બિરદાવતા દરેકને પોતાના ઘર પર તિરંગો લહેરાવી દેશપ્રેમ વ્યક્ત કરવાની હિમાયત કરી હતી.
વિનોદ મૈસુરિયા : વાંકલ
માંગરોળ : ઝંખવાવ ખાતે આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે હર ઘર તિરંગા યાત્રા યોજાઇ.
Advertisement