આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે હર ઘર તિરંગા અભિયાનના ભાગરૂપે ધારાસભ્ય ગણપતભાઈ વસાવાની આગેવાની હેઠળમાંગરોળ તાલુકાના વાંકલ એન.ડી.દેસાઈ સાર્વજનિક હાઈસ્કૂલથી વાંકલ બજાર સુધી તિરંગાયાત્રા યોજાઈ હતી. આ તિરંગા પદયાત્રામાં શાળાના વિદ્યાર્થીઓ, ગ્રામજનો પગપાળા ચાલીને સહભાગી થયા હતા. સૌએ તિરંગો લહેરાવી હર્ષનાદ સાથે અભિવાદન કર્યું હતું.
આ પ્રસંગે જણાવ્યું હતું કે, આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે સમગ્ર દેશ આઝાદીના અમૃત્ત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે પ્રત્યેક નાગરિકોમાં રાષ્ટ્રભાવના જાગૃત થાય તે માટે તિરંગા યાત્રામાં નવા ભારતના નિર્માણ માટે સૌ કોઇ હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવાનું આહ્વાન કર્યું હતું.
રાષ્ટ્રધ્વજની આચારસંહિતામાં સુગમ બદલાવ કરીને કેન્દ્ર સરકારે કોઈ પણ સ્થળે, રાતદિન રાષ્ટ્રધ્વજ લહેરાવવાની સ્વતંત્રતા આપી છે, ત્યારે દરેક નાગરિકોએ ઘરે ઘરે તિરંગો લહેરાવવાનો છે. વિદ્યાર્થીઓના જુસ્સાને બિરદાવતા દરેકને પોતાના ઘર પર તિરંગો લહેરાવી દેશપ્રેમ વ્યક્ત કરવાની હિમાયત કરી હતી. આ તકે દિપક વસાવા, સુ.જી.પંચાયતના દંડક દિનેશ સુરતી, અફઝલ પઠાણ, સુરત જિલ્લા પંચાયતના સદસ્ય કાના વસાવા, તાલુકા પંચાયતના સદસ્યો તેમજ ગ્રામજનો ખુબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
વિનોદ મૈસુરિયા : વાંકલ