Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : ભારતીય વિદ્યા ભવન્સ જી.આઇ.પી.સી.એલ એકેડમી શાળાને જિલ્લા કક્ષાએ સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર એનાયત કરાયો.

Share

ભારતીય વિદ્યા ભવન્સ જી.આઇ.પી.સી.એલ એકેડમી નાની નરોલી માટે આજ રોજ ગૌરવનો દિવસ : આઝાદીનાં અમૃત મહોત્સવ અંતર્ગત શાળાને જિલ્લા કક્ષાએ સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર એનાયત કરાયો.
 
ડિપાર્ટમેન્ટ ઓફ સ્કુલ એજ્યુકેશન & લાઇબ્રેરી મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા ભારતીય વિદ્યા ભવન્સ જી.આઇ.પી.સી.એલ એકેડમીને સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર દ્વારા સન્માનિત કરવામાં આવી. શાળાને જિલ્લા કક્ષાએ સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર એનાયત કરાયો (એવોર્ડ સમારંભ : 2020-2021) જે શાળા માટે જ નહીં પરંતુ સમગ્ર જી.આઇ.પી.સી.એલ પરિવાર માટે ગૌરવપૂર્ણ વાત છે.
 
કક્ષાએ શાળાને હેન્ડ વોશિંગ વિથ શોપ સબ કેટેગરીમાં 89% સાથે ચાર સ્ટારનું રેટિંગ મળ્યું છે. ડ્રિંકિંગ વોટર, ટોયલેટ, હેન્ડ વોશિંગ, મેન્ટેનન્સ કેપેસિટી ઓફ બિલ્ડીંગ અને કોવિડ-19 પ્રોટોકોલનાં પ્રતિભાવ વગેરે કેટેગરીમાં શાળાને ચાર સ્ટાર રેટિંગથી સ્વચ્છ વિદ્યાલય જાહેર કરવામાં આવી હતી.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

ભરૂચ : અનિકેત દોએગરને 13 મો સોશિયલ એન્ટરપ્રિન્યોર ઓફ ધ યરનો એવોર્ડ જુબિલન્ટ દ્વારા એનાયત કરાયો.

ProudOfGujarat

રાજપીપળા : નર્મદાના ભાદરવાદેવ ખાતે આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતો કાર્તિકી પૂનમનો ભાતીગળ મેળો યોજાયો.

ProudOfGujarat

લીંબડીના પાણશીણા અને દેવપરા ગામે ગ્રામસભા યોજાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!