Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : તલાટીઓના પડતર પ્રશ્નોનું સરકારે નિરાકરણ નહીં કરતા સમગ્ર જિલ્લાના તલાટીઓ હડતાળ પર ઉતર્યા.

Share

રાજ્ય સરકારે તલાટીઓના પ્રશ્નોનું નિરાકરણ નહીં કરતા આખરે માંગરોળ તાલુકા સહિત સમગ્ર સુરત જિલ્લાના તલાટીઓ કામકાજનો બહિષ્કાર કરી હડતાળ ઉપર ઉતર્યા છે. જિલ્લા તલાટી મંડળના પ્રમુખ વિજય પટેલ અને હોદ્દેદારો દ્વારા હડતાળ બાબતે સુરત જિલ્લા કલેકટરને લેખિત જાણ કરવામાં આવી છે.

માંગરોળ તાલુકા મથક ખાતે તાલુકાના તમામ તલાટી ક્રમ મંત્રીઓ એકત્ર થયા હતા અને પંચાયત ઘરની ચાવી, ગ્રામ પંચાયતના સિક્કાઓ અને 15 માં નાણાપંચની કી મંડળના પ્રમુખને જમા કરાવી કામકાજનો બહિષ્કાર કર્યો હતો. માંગરોળ ખાતે સુરત જિલ્લા તલાટી મંડળના મહામંત્રી અશોકભાઈ વણકર તેમજ તાલુકા તલાટી મંડળના પ્રમુખ જીગ્નેશભાઈ વસાવા એ જણાવ્યું કે ગુજરાત રાજ્ય તલાટી-મંત્રી મહામંડળ દ્વારા સને ૨૦૧૮ થી સતત લેખીત રજૂઆત કરવા છતાં સરકાર દ્વારા અમારા પડતર પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું નથી.

Advertisement

આ અગાઉ તારીખ ૦૭/૯/૨૦૨૧ ના રોજ હડતાળનું એલાન કરેલ હતું, પરંતુ એ સમયે સરકાર એ ટુંક સમયમાં પ્રશ્નોનો સુખદ ઉકેલ લાવવાની બાંહેધરી આપતા હડતાળ મોકુફ રાખેલ, જે બાંહેધરીને ૯ માસ જેટલો સમય થવા છતાં વારંવાર રજૂઆત કરવા છતાં એક પણ પ્રશ્નનો સુખદ ઉકેલ નહી આવતા ગુજરાત રાજ્ય તલાટી-મંત્રી મહામંડળની તારીખ ૦૯/૦૭/૨૦૨૨ ના રોજ ગાંધીનગર ખાતે મળેલી કારોબારી સભામાં સર્વાનુમતે થયેલ ઠરાવ મુજબ આગામી તારીખ ૦૨/૦૮/૨૦૨૨ થી ગુજરાત રાજ્યના તમામ તલાટી કમ મંત્રીઓના પડતર પ્રશ્નોનું નિરાકરણ નહી આવે ત્યાં સુધી અચોક્કસ મુદ્દતની હડતાલ પર જવાનું નક્કી થયેલ હતું આથી સુરત જિલ્લાના તમામ તલાટી કમ મંત્રીઓ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અન્વયેની કામગીરી તથા તા.૧૩/૮/૨૦૨૨ થી ૧૫/૮/૨૦૨૨ સુધી હર ઘર તિરંગા યાત્રા અંતર્ગત પંચાયત કચેરીમાં રાષ્ટ્રધ્વજ પૂર્ણ માન સન્માન સાથે ફરકાવવાની કામગીરી સિવાયની તમામ કામગીરીનો બહિષ્કાર કરી અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતર્યા છે. ગુજરાત રાજ્ય તલાટી મહામંડળનો બીજો આદેશ ના થાય ત્યાં સુધી સુરત જિલ્લાના તમામ તલાટી-કમ-મંત્રીઓએ આ આદેશનું ચુસ્તપણે પાલન કરશે. આજે સુરત જીલ્લાના તમામ તલાટી કમ મંત્રીઓ વહીવટી કામકાજ સદંતર બંધ કરી દીધું છે.


Share

Related posts

વલસાડ : સ્કૂલની શિક્ષિકા પોઝિટિવ થતા વિદ્યાર્થીઓના વાલીઓમાં ફફડાટ

ProudOfGujarat

વલસાડ જિલ્લામાં મેધરાજાની મહેર ઉમરગામ અને ધરમપુર તાલુકામાં ૭-૭ ઇંચ વરસાદ નોંધાયો

ProudOfGujarat

મૃત પિતાની પરમિટ પર મુંબઈથી દારૂ મંગાવતાં સુરતના 2 બિલ્ડર, 1 વેપારી પકડાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!