Proud of Gujarat
FeaturedGujaratINDIA

કોંગ્રેસી નેતાએ રાષ્ટ્રપતિ વિરુદ્ધ કરેલી ટિપ્પણીના વિરોધમાં ભાજપ દ્વારા માંગરોળમાં વિરોધ પ્રદર્શન.

Share

માંગરોળ તાલુકા મથક મામલતદાર કચેરી ખાતે ભાજપ પક્ષ દ્વારા આજે કોંગ્રેસી નેતા અધિર રંજન ચૌધરી એ રાષ્ટ્રપતિ વિરુદ્ધ કરેલી ટિપ્પણીના વિરોધમાં વિરોધ પ્રદર્શન કરી માંગરોળ ધારાસભ્ય ગણપતસિંહ વસાવા દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

તારીખ 29 જુલાઈના રોજ સવારે 11:00 કલાકે માંગરોળ તાલુકા ભાજપ સંગઠન દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં માંગરોળના ધારાસભ્ય ગણપતભાઈ વસાવા તેમજ ભાજપ સંગઠનના હોદ્દેદારો ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને કાર્યકર્તાઓ દ્વારા આ મુદ્દે વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ફરજ પરના મામલતદાર મનીષ પટેલને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું. આ તકે ગણપતસિંહ વસાવા, દિપક વસાવા,
દિનેશ સુરતી, માંગરોળ તાલુકા પ્રમુખ ચંદન ગામીત, ઉપપ્રમુખ ભરત પટેલ, રાકેશ સોલંકી, દિનેશ સુરતી મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

અંકલેશ્વરમાં ગુજરાત ગેસ કંપની પાસેથી અગાઉ પણ ગાંજાના જથ્થાને હેરાફેરી કરતા એક શખ્સને એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો છે

ProudOfGujarat

ભરૂચ : મહિલા સુરક્ષા અભિયાન હેઠળ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન…

ProudOfGujarat

ગોધરા ખાતે કોંગ્રેસ દ્વારા ડૉ.બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!