Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોલ તાલુકાના કોસાડી ખાતે આવેલ જી.એમ.વસ્તાનવી ઈંગ્લીશ મીડીયમ શાળામાં ફ્રૂટ ડે અને કલર્સ ડે ની ઉજવણી કરાઇ.

Share

માંગરોલ તાલુકાના કોસાડી મુકામે આવેલ જી.એમ.વસ્તાનવી ઇંગ્લીશ મીડીયમ સ્કુલ મા ફ્રૂટ ડે અને કલર્સ ડે ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બાળકો ખૂબ જ સરસ તૈયારી કરીને આવ્યા હતા. જેમાં બાળકો વિવિધ પ્રકારના ફળોનો ચાર્ટ બનાવીને લાવ્યા હતા.

ઘણા બાળકો પોતે ફળ બનીને આવ્યા હતા અને સાથે અલગ- અલગ ફળ પણ લઇને આવ્યા હતા. બાળકોએ અલગ- અલગ ફળ વિશે વક્તવ્ય રજૂ કરેલ હતા દરેક શિક્ષકો દ્ધારા એક- એક ફળની ઊંડાણપૂર્વક સમજ આપી હતી. શિક્ષકોએ દરેક બાળકોને સાથે બેસાડીને ફળ ખવડાવ્યા હતા. શાળાના આચાર્ય, શિક્ષકો અને બાળકો દ્ધારા આ કાર્યક્રમ ખૂબ જ સફળતાપૂર્વક અને સુંદર રીતે પૂણૅ થયેલ હતો વાલીઓનો પણ ખૂબ જ સાથ-સહકાર મળ્યો હતો જે બદલ શાળાના આચાર્ય શેખ મોહમ્મદ તારીખ એ તમામ વાલી મિત્રોનો ખૂબ ખૂબ આભાર વ્યકત કર્યો હતો. તેમજ શાળાના ટ્રસ્ટી મોલાના સાદ જાડા એ બાળકોને શુભેચ્છા પાઠવેલ હતી.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

લીંબડી કૃષ્ણનગર સોસાયટી ખાતે ડીવાયએસપીએ દલિતોની લીધી મુલાકાત.

ProudOfGujarat

વડોદરા : કરજણમાં આવેલ વલી નગરીમાં જુગાર રમતા નવ જુગારીઓ ઝડપાયા.

ProudOfGujarat

દહેજ ઘોઘો ફેરી સર્વિસ પુનઃ શરુ …

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!