Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ તાલુકાના વાંકલ ખાતે ૨૯ મી જુલાઈએ કેશ ક્રેડિટ કેમ્પ યોજાશે.

Share

ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની લિ.(GLPCL) અને જિલ્લા ગ્રામવિકાસ એજન્સીના સંયુક્ત ઉપક્રમે ગ્રામીણ મહિલાઓ આર્થિક ઉન્નતિ થકી તેવો આત્મનિર્ભર બને તેવા ઉમદા આશયથી ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી દુષ્યંતભાઈ પટેલના અધ્યક્ષસ્થાને તા.૨૯/૦૭/૨૦૨૨ ના રોજ સવારે ૧૧.૦૦ કલાકે માંગરોળ તાલુકાના વાંકલ સરકારી સાયન્સ કોલેજ ખાતે કેશ ક્રેડિટ કેમ્પ યોજાશે. જેમાં દંડક તેમજ મહાનુભાવોના હસ્તે સ્વ સહાય જૂથોને લોનનું વિતરણ કરાશે.

આ પ્રસંગે ધારાસભ્ય ગણપતસિંહ વસાવા, ઈશ્વરભાઈ પરમાર, મોહનભાઈ ઢોડીયા, ઝંખનાબેન પટેલ, વી.ડી.ઝાલાવાડીયા તેમજ માંગરોળ તાલુકા પંચાયત પ્રમુખ ચંદનબેન ગામીત ઉપસ્થિત રહેશે.

Advertisement

વિનોદ મૈસૂરિયા : વાંકલ


Share

Related posts

ભરૂચ જીલ્લા ના જંબુસર તાલુકાના ઉચ્છદ ગામેથી રૃપિયા ૧,૩૭,૨૦૦ નો વિદેશી દારૂ વેડચ પોલીસે ઝડપી પાડ્યો હતો.

ProudOfGujarat

ભાવનગર મનપાને માર્ચ માસના 31 દિવસમાં 8.20 કરોડની વેરાની આવક

ProudOfGujarat

અંકલેશ્વરની લાયન્સ સ્કૂલનો રજત જયંતી મહોત્સવ ઉજવાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!