ગુજરાત શૈક્ષણિક વિભાગ દ્વારા ગુજરાત જ્ઞાન ગુરુ (G3Q) ક્વિઝ સ્પર્ધા યોજવામાં આવી રહી છે. જેમાં તાલુકા મથક મોટામિયા માંગરોલ મુકામે આવેલ કાયેમુલ ઇસ્લામ મદ્રેસા ટ્રસ્ટ સંચાલિત એસ પી મદ્રેસા હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ગત સપ્તાહથી શરૂ થયેલ આ સ્પર્ધા 73 દિવસ સુધી ચાલશે. આ સ્પર્ધાના વિજેતાઓની દર બે સપ્તાહે વેબસાઇટ પર પ્રસિધ્ધ કરવામાં આવે છે. ગત શનિવારે સુરત- માગરોળ તાલુકાના ટોપ-10 વિજેતાઓની યાદી પ્રસિદ્ધ કરવામાં આવી હતી. તેમાં સમગ્ર તાલુકામાં અનુક્રમે પ્રથમ, તૃતીય અને દસમાં ક્રમાંક પર સાલેહજી પટેલ મદ્રેસા હાઈસ્કૂલ, મોટામિયા માંગરોળના ધોરણ-10 ના વિદ્યાર્થીઓ વિજેતા બન્યા હતા. ટોપ ટેનમાં પ્રથમ પઠાણ મોહમ્મદ હસન ત્રીજા ક્રમમાં કુરેશી ઉષામાં ઝાકીર દસમા ક્રમમાં વસાવા શ્રવણકુમાર મુકેશભાઈ આવેલ છે. આ સિદ્ધિ હાંસિલ કરવા બદલ આ વિદ્યાર્થીઓને સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી ઈસ્માઈલભાઈ પટેલ, પ્રમુખ શબ્બીરભાઈ ઘીવાલા, ટ્રસ્ટીમંડળ તેમજ શાળા પરિવાર ખૂબ અભિનંદન પાઠવેલ હતા. અત્રે ઉલ્લેખનીય છે કે પ્રથમ સપ્તાહમાં પણ આ શાળાના એક વિદ્યાર્થીએ ટોપ – 10 માં સ્થાન મેળવ્યું હતું.
વિનોદ મૈસુરિયા : વાંકલ