આજરોજ તારીખ 23/07/2022 ના રોજ માંગરોલ તાલુકા ગ્રાન્ટ ઇન એઇડ શાળાના કર્મચારીઓની ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળી લિ. ની પ્રથમ વાર્ષિક સાધારણ સભા એસ.પી.એમ હાઈસ્કૂલ માંગરોળ મુકામે યોજાય હતી. જેમાં સભાનું અધ્યક્ષ સ્થાન હવાબીબી કાઝીની વરણી થઈ હતી જેને સર્વ સભ્યોએ ટેકો આપ્યો હતો. કાર્યક્રમની શરૂવાત પ્રાર્થનાથી કરવામાં આવી હતી. ત્યારબાદ કાર્યક્રમના અધ્યક્ષનું શાબ્દિક તેમજ પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું. મંડળીનો વાર્ષિક હિસાબ સલીમવલી સાહેબે રજુ કર્યો હતો. જેને સહર્ષ સ્વીકારવામાં આવ્યો હતો. મંડળીના પ્રમુખ પ્રવિણસિંહ સાહેબે મંડળીમાં વધુમાં વધુ શિક્ષક જોડાય તેનું આહવાન કર્યું હતું. મંડળી તરફથી સભાષદોને પ્રશ્નો માટે સમય ફળવવામાં આવ્યો હતો જેમાં હકારાત્મક સૂચનો મળ્યા હતા. 138 સભ્યોની બનેલી આ ધિરાણ મંડળીએ બે 18 માસમાં ઉત્તરોત્તર પ્રગતિ કરી છે. મંડળી પોતાના સભષદોને હાલના ભંડોળ પ્રમાણે એક લાખની લૉન આપે છે જેનો મહત્તમ લાભ સભ્યોએ લીધો છે. કાર્યક્રમનું સફળ સંચાલન રાઈશભાઈએ તેમજ કાર્યક્રમની આભાર વિધિ યોગેશભાઇએ કરી હતી.
વિનોદ મૈસુરિયા : વાંકલ
માંગરોલ તાલુકા ગ્રાન્ટ ઇન એઇડ શાળાના કર્મચારીઓની ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળી લિ. ની પ્રથમ વાર્ષિક સાધારણ સભા યોજાઈ.
Advertisement