Proud of Gujarat
GujaratFeaturedINDIA

માંગરોળ : સરકારી વિજ્ઞાન કોલેજ ખાતે સપ્તધારા રંગકલા કૌશલ્ય ધારા અને સર્જનાત્મક અભિવ્યક્તિ ધારા અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ યોજાઇ.

Share

વાંકલ/ માંગરોળ તાલુકામાં આવેલ સરકારી વિજ્ઞાન કોલેજ, વાંકલ ખાતે તા. ૨૦/૦૭/૨૦૨૨ ના રોજ સપ્તધારા – રંગકલા કૌશલ્ય ધારા અને સર્જનાત્મક અભિવ્યક્તિ ધારા અંતર્ગત મહેંદી, આરતી થાળી શણગાર. કેશ ગૂંથણ અને રંગોળી સ્પર્ધાઓની ઊજવણી કરવામાં આવી હતી. મહેંદી સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ પરંપરાગત મહેંદી ઉપરાંત સર્વધર્મ સમભાવ, બેટી બચાવો જેવા વિચારો મહેંદીના માધ્યમ દ્વારા રજૂ કર્યા હતા. 

આરતી થાળી શણગાર સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ પરંપરાગત ઉપયોગમાં આવતી વસ્તુઓ સિવાય અન્ય સામગ્રી દ્વારા પણ અવનવી ભાતમાં આરતી થાળી શણગારી હતી. કેશ ભૂંથણના સ્પર્ધામાં દુલ્હન, વેસ્ટર્ન અને અન્ય પ્રકારના કેશ ગૂંથણ ગુંથ્યા હતા. મહેંદી સ્પર્ધામાં ૪૮, આરતી થાળી શણગારમાં કુલ ૧૭, , કેશ ગૂંથણ સ્પર્ધા ૫ અને રંગોળી સ્પર્ધામાં ૨૭ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. કોલેજના આચાર્ય પાર્થિવ ચૌધરી દ્વારા આ પ્રકારની પ્રવૃતિઓમાં ઉત્સાહભેર ભાગ લેવા બદલ વિદ્યાર્થીઓને બિરદાવ્યા હતા અને જીવનમાં તેમનું મહત્વ સમજાવ્યું હતું.  નિર્ણાયક તરીકેની ભૂમિકા કોલેજના અધ્યાપકો દ્વારા કરવામાં આવ્યું હતું. તમામ સ્પર્ધાઓનું સફળ સંચાલન સપ્તધારા સમિતિના કોઓર્ડીનેટર ડૉ. રાજેશ સેનમા અને સમિતિના સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું.  

વિનોદ મૈસૂરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

છોટાઉદેપુર પોલીસ સ્ટેશન દ્વારા ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂ તથા એક હીરો એચ.એફ ડીલક્ષ નંબર પ્લેટ વગર મળી કુલ કિં.રૂ. ૬૯,૪૪૦/- નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે.

ProudOfGujarat

અંકલેશ્વર : સાથી ફાઉન્ડેશન દ્વારા વિશ્વ મહિલા દિનની ઉજવણી અને સેનેટરી પેડ માટેના વેન્ડિંગ મશીનનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ગાંધીનગરનાં વિશ્વપ્રસિદ્ધ રૂપાલ વરદાયીની માતાની વર્ષો જૂની પરંપરા મુજબ લાખો લિટર ઘીનો અભિષેક કરાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!