રાષ્ટ્રીય સ્તરે જળ બચાવો જાગૃતિ અભિયાન ચલાવતી તજજ્ઞોની ટીમે ઉમરપાડા તાલુકાના ગુલી ઉંમર ગામની મુલાકાત લઈ નદી, જમીન, જંગલ જેવી પરંપરા વિરાસતો બચાવવા અનુરોધ કરી જન જાગૃતિનો સંદેશ પ્રસરાવ્યો હતો.
પંથકમાં ચેકડેમ, તળાવો સહિતના પાણીના સ્ત્રોતોની સ્થળ પર મુલાકાત કરી હતી. ગ્લોબલ વોર્મિંગની અસરો અને વિરાસતોની જાળવણી અંગેનો સંદેશ આપ્યો હતો. દેશના વોટરમેન તરીકે જાણીતા રાજેન્દ્રસિંહ સાથે ડૉ.સ્નેહલબેન ડોન્ડે નદી જળ જમીન બચાવવાની કામગીરી કરી રહ્યા છે અને રાષ્ટ્રીય સ્તરની જળ બચાવો કોર કમિટીના સભ્ય છે હાલ તેઓ પાંચ રાજ્યોમાં કામ કરી રહ્યા છે તેમની સાથે અન્ય અગ્રણીઓ અશોક ચૌધરી, ગીરીશ પાટીલ ઉપસ્થિત રહ્યાં હતાં.
ઇન્ડીન પેનીન સોલ્ડ રીવર બેઝીન કાઉન્સિલના ઉદ્દેશથી દેશના વિવિધ રાજ્યો બાદ ગુજરાતના સુરત જિલ્લાના અંતરીયાળ વિસ્તારમાં ઉમરપાડા તાલુકાના ઉકાઇ વિસ્થાપિત ગામોની સાથે અન્ય સ્થળોની પણ મુલાકાત લીધી હતી. જેમાં નદી, જમીન, જંગલ જેવી પરંપરાગત વિસ્તારોને બચાવી જલવાયુ પરિવર્તન રોકવા અને ગ્લોબલ વોર્મિંગની અસરો નાથવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. નવી વસાહત વિસ્તારમાં લોકો સાથે વિચારોનું મંથન કરવાંમાં આવ્યું હતું. એક્શન યુવા ગૃપના વિજય વસાવા, સહદેવ વસાવા સહીત ગૃપ લિડર, પ્રાથમિક શાળા આચાર્ય મેહુલ ભાઇ ઠંઠ ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં.
વિનોદ મૈસુરિયા : વાંકલ