Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ ઉમરપાડા તાલુકામાં રસ્તાના વિકાસના કામો મંજુર કરતી રાજય સ૨કા૨.

Share

માંગરોળ અને ઉમરપાડા તાલુકામાં આવેલ હયાત રસ્તાઓ લાંબા સમયથી બિસ્માર થતા તેમજ નવીન રસ્તાઓના કામે માંગરોળ અને ઉમરપાડા ત્તાલુકાના રસ્તાના કામો માટે સંગઠન મહામંત્રી દિપકભાઈ વસાવા, મંત્રી સામસિંગભાઈ વસાવા, સુ.જિ.પં.કારોબારી અધ્યક્ષ રાજેન્દ્રભાઈ વસાવા, માંગરોળ તથા ઉમરપાડા તાલુકાના સંગઠન પ્રમુખ મુકુન્દભાઈ પટેલ, વાલજીભાઈ વસાવા, સંગઠન મહામંત્રી અર્જુનસિંહ રણા, રમેશભાઈ ચૌધરી, અમીષભાઈ વસાવા, અર્જુનભાઈ વસાવા, બંને જિલ્લા પંચાયતના સદસ્યો, માંગરોળ તા.પં. પ્રમુખ ચંદનબેન ગામીત, ઉમરપાડા તા.પં. પ્રમુખ શારદાબેન ચૌધરી ઉપપ્રમુખો, સરપંચો તેમજ કાર્યકર્તાઓ દ્વારા નીચે મુજબના બિસ્માર તથા નવા રસ્તાઓ બનાવવા બાબતે વારંવાર રજુઆત કરવામાં આવી હતી.

આ બાબતે પૂર્વ મંત્રી ગણપતભાઈ વસાવા એ અંગત રસ દાખવી માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશભાઈ મોદી તથા માન.મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને રજુઆત કરી હતી જેના સંદર્ભે માંગરોળ તથા ઉમરપાડા તાલુકાના નીચે જણાવેલ રસ્તાઓ લીંબાડાથી શેઠી રોડ રૂા.૧૮૫ લાખ, સલ્લી – અંબાડી તા.ઉમરપાડા રસ્તાનું કામ રૂ.૧૭૦ લાખ, ઉમરપાડા તાલુકાના ઉમરખાડી ગામે મેઈન રસ્તાથી ચીતલદાથી સામપુરા થઈ બલાલકુવા સુધીના ડામર રસ્તાનું કામ (રીસર્ફીંગ) રૂા.૧૦૦ લાખ, ભડકુવાથી મોટીફળી તા.માંગરોળને જોડતો રસ્તો રૂ।.૧૬૦ લાખ, નૌગામાથી આંસોદલા તા.માંગરોળ રોલ રૂા.૧૫૦ લાખ, માંગરોળ તાલુકાના લીંડીયાતથી લીમોદરા રસ્તાનું કામ રૂ।.૧૩૦ લાખ, ઉમરપાડા તાલુકાના ઉમરઝર ગામે સ્ટેશન ફળીયાથી દેવળ ફળીયાને જોડતા રસ્તાનું કામ રૂા.૧૨૫ લાખ, માંગરોળ તાલુકાના મોટાબો૨સ૨ાથી પાનસરાને જોડતો રસ્તો રૂા.૧૧૦ લાખ, ઉમરપાડા તાલુકાના બીલવાણથી મોટીહલદરી ગામ તરફ જતો રસ્તો રૂા, ૧૧૦ લાખ, ઉમરપાડા તાલુકાના ચીતલદા ગામથી સ્મશાન થઈને ગોંદલીયા ગામને જોડતા રસ્તાનું કામ (નાળા સહિત) રૂા.૧૦૦ લાખ, ઉમરપાડા તાલુકાના મોટીદેવરૂપણથી સ્મશાન તરફ જતો રસ્તો રૂા.૧૦૦ લાખ, માંગરોળ તાલુકાના પાતલદેવી રેલ્વે ફાટકથી માંડણ-ઉમલ્લા ગામ સુધીનો રસ્તો (રીસર્વેસીંગ) રૂા.૯૦ લાખ, માંગરોળ તાલુકાના તરસાડી ગામે ધનોઈ તળાવની ફરતે નાળા સહિત ડામર રસ્તાનું કામ રૂા.૯૦ લાખ, રોટી ગામથી લીડીયા ફળીયું (રટોટી) ને જોતા રસ્તાનું કામ રૂા.૯૦ લાખ, માંગરોળ તાલુકાના આમખુટા થી કંસાલી રોડ (રીસફેંસીંગ) રૂા.૭૫ લાખ, રતોલા ગામ તા.માંગરોળ સ્મશાન સુધીનો રસ્તો રૂા.૬૫ લાખ, ઉમરપાડા તાલુકાના ખોટા૨ામપુરા ગામથી સ્મશાન જતો રોડ નાળાના કામ સાથે રૂા.૭૦ લાખ, રૂંઢીગવાણ તા.ઉમરપાડા સ્મશાન સુધી નો રસ્તો રૂા.50 લાખ, માંગરોળ તાલુકાના વાંકલ ગામે વેરાવી ફળીયાથી ઝરણી ગામને જોડતો રસ્તો રૂ.૬૦ લાખ, ઉમરપાડા તાલુકાના કાલીજામણ ગામે મુખ્ય રસ્તાથી હેબતીયાભાઈના ફળીયા ત૨ફ જતા રસ્તાનું કામ રૂા.૪૫ લાખ, માંગરોળ તાલુકાના ધામરોડ નેશનલ હાઈવે થી ખોડીયાર માતાના મંદિર સુધીનો રસ્તો રૂા.૪૦ લાખ, માંગરોળ તાલુકાના કોસંબા – હહ્યુરણ ૨ોડ થી ડીવાઈન સોસાયટી રસ્તો રૂા. ૩૦ લાખ, માંગરોળ તાલુકાના નાંદોલા ગામે દૂધ મંડળીથી વાંક્લ ઈશનપુર રોડને જોડતો રસ્તાનું કામ રૂ।.૩૦ લાખ, ઉમરપાડા તાલુકાના સરકારી વિનયન કોલેજની બાજુમાં મોહન નદી ઉપર કોઝવેની કામગીરી રૂા.૨૫ લાખ આમ ઉમરપાડા તાલુકાના ૧૦ કામો તથા માંગરોળ તાલુકાના ૧૪ કામો મળી કુલ ૨૪ કામો માટે રૂા.૨૨.૬૦ કરોડ રાજય સરકાર દ્વારા મંજુર કરવામાં આવેલ છે.

Advertisement

આમ વિકાસના કામો મંજુર થતા પ્રજાજનોમાં આનંદનો માહોલ જોવા મળેલ છે. તેમજ બંને તાલુકાના કાર્યકર્તા તથા પ્રજાજનોએ માન.મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશભાઈ મોદી તથા પૂર્વ કેબીનેટ મંત્રી ગણપતસિંહ વસાવાનો આભાર વ્યકત કર્યો છે.

વિનોદ મૈસૂરિયા : વાંકલ


Share

Related posts

પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત વિરમગામ ખાતે એન.ટી.ઇ.પી નવીનિકરણની તાલીમ આપવામાં આવી

ProudOfGujarat

ભરૂચમાં વિકાસથી વંચિત રતન તળાવની સાફ-સફાઈની માંગ કરતાં કોંગ્રેસી આગેવાનો.

ProudOfGujarat

અંકલેશ્વરમા ટ્રાફિકના નિયમોની ધજીયા ઉડાવતા સ્કૂલોની ગાડીના ડ્રાઈવર….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!