માંગરોળ તાલુકાના ઓગણીસા ગામે વધુ પડતા વરસાદને કારણે ખેતર ના કૂવા ની દિવાલ મશીન સાથે કુવામાં ઘસી પડતા આદિવાસી ખેડૂત મુશ્કેલીમાં મુકાયો છે.
છેલ્લા છ દિવસ થી માંગરોળ તાલુકામાં અવિરત વરસાદ વરસતા ઓગણીસા ગામના ખેડૂત ટાંગલાભાઈ શુકકરભાઈ ચૌધરી ની માલિકીના ખેતરમાં સિંચાઈના પાણી માટે બનાવેલ કુવાની દિવાલ વરસાદને કારણે મશીન સાથે કૂવામાં ગરકાવ થઈ ગઈ હતી. આદિવાસી ખેડૂત ટાગલાભાઈ એ બેંક માંથી લોન લઈને ખેતરમાં સિંચાઈના પાણી માટે કૂવો બનાવ્યો હતો અને તેઓ નાની મોટી ખેતી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા પરંતુ કુદરતની આફત સામે તેઓ લાચાર બન્યા છે ત્યારે સરકાર દ્વારા જગતનો તાત ગણાતા ખેડૂતને તાત્કાલિક ધોરણે સહાય મળે એ જ સમયની માંગ છે.
વિનોદ મૈસુરિયા : વાંકલ
Advertisement