ભારતીય વિદ્યા ભવન્સ જી.આઇ.પી.સી એલ, એકેડમીના આચાર્ય વૈભવ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ આજરોજ પ્રી-પ્રાઈનારી વિભાગનાં શિક્ષકોએ શાળાનાં નાનાં નાનાં ભૂલકાંઓ માટે અમ્બ્રેલા ડે (સત્ર 2021-2021) આયોજિત કર્યો.
અમ્બ્રેલા ડે ઉજવવાનો મુખ્ય હેતુ એ હતો કે નાના નાના વિદ્યાર્થીઓને આવી એકમેક પ્રવૃત્તિઓ કરાવીને વસ્તુઓનું વાસ્તવિક મહત્વ સમજાવી શકાય છે અને આ પ્રવૃત્તિ દ્વારા બાળકોને છત્રીનું મહત્વ સમજાવી તેની ઉપયોગિતાનો સંદેશ આપવામાં આવ્યો હતો. આવી અનેકવિધ પ્રવૃત્તિઓ બાળકના સર્વાંગી વિકાસમાં મહત્વનો ભાગ ભજવે છે.
સૌપ્રથમ પ્રી-પ્રાઇમરીનાં વિદ્યાર્થીઓએ છત્રી લઈને આખી શાળામાં પ્રદર્શન કર્યું. ત્યારબાદ છત્રી લઈને ફોર્મેશનમાં બી.વી.બી.એસ,જી.આઈ.પી.સી.એલ લખ્યું. ત્યારબાદ શાળાનાં આચાર્ય વૈભવ અગ્રવાલ સાહેબ સાથે બાળકોએ છત્રી લઈને ઝરમર વરસાદની મજા માણી અને છત્રી દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ પણ કરી હતી. રંગબેરંગી અને વિવિધ પ્રકારની છત્રીઓમાં નાના નાના ભૂલકાઓ ખૂબ જ સુંદર દેખાતા હતા. પ્રી-પ્રાઇમરીના વિદ્યાર્થીઓ ઘણા ઉત્સાહથી છત્રીઓ લઇને આવ્યા હતા. નાના નાના ભૂલકાઓ આવી બધી પ્રવૃત્તિઓનો મજા ખૂબ ઉત્સાહથી માણે છે.
વિનોદ મૈસુરિયા : વાંકલ