ગુરુ પૂર્ણિમા પર્વ નિમિત્તે રૂધા સાબરીયા ગામ નજીક આવેલા પૌરાણિક સુરેશ્વર મહાદેવ મંદિરના મહંત શ્રી હરદેવ મુનિ મહારાજે વાંકલ ઝંખવાવ વિસ્તારના શિષ્યોને આશીર્વાદ આપ્યા હતા પંજાબના જુના ઉદાસીન અખાડાના મહંત હરદેવ મુનિ મહારાજ છેલ્લા ઘણા સમયથી સાબરીયા ખાતેના શુરેશ્વર મહાદેવ મંદિરમાં રહી શિવ ભક્તિ કરે છે તેમજ મંદિરે આવતા વાંકલ, ઝંખવાવ, વાડી, રુધા, ઉભરીયા વગેરે ગામના શિવ ભક્તોને ભક્તિ જીવનરૂપી ઉપદેશ આપે છે જેથી અહીં આવતા ભક્તો ગુરુપૂર્ણિમા નિમિત્તે તેમને ગુરુ તરીકે માનનારા હોવાથી શિવ ભક્તો મહંતના આશીર્વાદ લેવા માટે મોટી સંખ્યામાં ગુરુપૂર્ણિમાના અવસરે ઉપસ્થિત રહ્યા હતા.
મહંત હરદેવજી મહારાજે ખૂબ વરસાદ હોવા છતાં પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેતા ભક્તોને આશીર્વાદ તેમજ જીવનલક્ષી ઉપદેશ આપ્યા હતા. વાંકલ ગામના નારણભાઈ પટેલ, ડો રમેશ પ્રસાદ સિંગ, રૂપેનભાઈ શાહ, વિક્રમભાઈ પુરોહિત, સંતોષભાઈ મૈસુરીયા, દીપચંદભાઈ ખત્રી,ભગુભાઈ ચૌધરી વગેરે ઉપસ્થિત રહી ગુરુજીના આશીર્વાદ લઇ ધન્યતા પ્રાપ્ત કરી હતી.
વિનોદ મૈસૂરિયા : વાંકલ