Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળના વડોલી ગામે વરસાદી પુરથી નદી પર પ્રોટેક્શન વોલની સાઈડનુ ધોવાણ થતાં લોકો ભયભીત.

Share

માંગરોળ તાલુકાના વડોલી ગામે વરસાદી પુરથી નદી ઉપર બનાવેલ પ્રોટેક્શન વોલની સાઈડની માટીનું ધોવાણ થતા ગ્રામ પંચાયતનો મિનરલ વોટર પ્લાન્ટ બેંકનું મકાન અને વીજ ટ્રાન્સફોર્મર નદીના પુરમાં ગરકાવ થાય તેવી સ્થિતિનું નિર્માણ થતાં ગામના લોકો ભયભીત બન્યા છે.

તાલુકામાં છેલ્લા ત્રણ દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે જેને કારણે નદીઓમાં ઘોડાપૂર આવતા આ સ્થિતિનું નિર્માણ થયું છે. વડોલી ગામે નદી ઉપર પ્રોટેક્શન વોલ બનાવવામાં આવી છે. આ વોલની સાઈડમાં પાણીના વધુ પડતા પ્રવાહને કારણે માટીનું ધોવાણ થતાં નદીના કિનારા ઉપર ગ્રામ પંચાયત દ્વારા બનાવવામાં આવેલ મિનરલ વોટર પ્લાન્ટના કેબિનના પગથીયા નજીક મોટી તિરાડ પડતા મિનરલ વોટર પ્લાન્ટ પાણીમાં ગરકાવ થાય તેમ છે સાથે બેંકનું મકાન તેમજ સાથે રહેણાંક વિસ્તાર હોવાથી લોકો આ ઘટનાથી ભયભીત બન્યા છે. આ ઘટનાની જાણ તાલુકા વિકાસ અધિકારી ભુપેન્દ્ર સિસોદિયાને થતા તેઓએ સ્થળ મુલાકાત લીધી હતી સાથે માંગરોળ તાલુકા ભાજપના પ્રમુખ મુકુંદભાઈ પટેલ તેમજ ભાજપના આગેવાન ધર્મેન્દ્રસિંહ સોલંકી એ સ્થળ મુલાકાત લઈ ભયભીત થયેલા લોકોને મદદરૂપ થવાનો પ્રયાસ કર્યો હતો. ગામના સ્થાનિક આગેવાનો નરેન્દ્રસિંહ, મીનાક્ષીબેન મહિડા, શંભુભાઈ વગેરે એ ભયજનક સ્થિતિથી અધિકારી અને આગેવાનોને વાકેફ કર્યા હતા, આ સમસ્યાના નિરાકરણ માટે એલ આકારમાં 100 મીટર જેટલી નવી પ્રોટેક્શન વોલ નદી ઉપર બનાવવાની માંગણી સ્થાનિકો દ્વારા કરવામાં આવી હતી.

Advertisement

વિનોદ મૈસૂરિયા : વાંકલ


Share

Related posts

નર્મદા-સરદાર સરોવર નર્મદા ડેમ સપાટી માં ધરખમ વધારો….

ProudOfGujarat

પંચમહાલ : SMA-1 નામની બિમારીથી ધૈયરાજસિંહને મદદ માટે ધારાસભ્ય અને સાંસદે CM અને PM ને લેખિત રજુઆત કરી.

ProudOfGujarat

ભરૂચ લોકસભાનો જંગ-આગામી 9 મી માર્ચે રાહુલ ગાંધી ની જિલ્લા માં એન્ટ્રી, ભારત જોડો ન્યાય યાત્રા થકી રાહુલ કરશે ગર્જના

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!