માંગરોળ તાલુકાના ઝંખવાવ ગામે ગુજરાત રાજ્ય સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બાતમીને આધારે રેડ કરી વરલી મટકાનો જુગાર રમતા ઈસમોને ઝડપી પાડી ₹18,720 નો મુદ્દામાલ કબજે લીધો હતો. સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગરની ટીમને બાતમી મળી હતી કે ઝંખવાવ ગામે જૂના વિશ્રામ ગૃહ કંપાઉન્ડ પાછળ આવેલ ખુલ્લી જગ્યામાં ઝંખવાવ ગામનો જીતુ ચૌહાણ વરલી મટકાનો જુગાર રમાડે છે તેમજ ઝંખવાવ ગામના સ્ટેશન ફળિયામાં રેલ્વે સ્ટેશનના ખંડેર મકાન પાસે શેડ પાડી ઝંખવાવ ગામના મસ્જિદ ફળિયામાં રહેતો સાજીદ પટેલ મુંબઈથી નીકળતા વરલી મટકાના અંકો ઉપર જુગાર રમાડે છે તેવી બાતમી મળી હતી જેને આધારે ઉપરોક્ત સ્થળે રેડ કરતા નૈનેશ કુંવરજી વસાવા રહે કેવડી કુંડ ગામ તાલુકો માંગરોળ, અંકુશભાઈ શંકરભાઈ વસાવા રહે આમલી દાબડા તાલુકો ઉમરપાડા, ગોપાલભાઈ મનજીભાઈ વસાવા રહે બલાલ કુવા તાલુકો ઉમરપાડા, ચંદ્રસિંગ માનસિંગ વસાવા રહે અમરકુઇ તાલુકો માંગરોળ બાબુભાઈ છનાભાઇ વસાવા રહે ઝંખવાવ તાલુકો માંગરોળ રાજેશ મોતી વસાવા રહે આમલી દાબડા તાલુકો ઉમરપાડા સ્થળ ઉપરથી ઝડપાઈ ગયા હતા અંગ જડતીના રૂપિયા 13,320 સહિતનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો હતો. જુગાર રમાડનાર સાજીદ પટેલ રહે ઝંખવાવ મસ્જિદ ફળિયુને આ ગુનામાં વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. જ્યારે ઝંખવાવ મેઇન બજાર જુના વિશ્રામ ગૃહ કમ્પાઉન્ડ પાછળ જુગાર રમી રહેલા 6 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા હતા. આ ગુનામાં એક બાળ કિશોર પણ કાયદાના સંઘર્ષમાં આવ્યો છે જુગાર રમનાર જીતુ ચૌહાણ રહે ટાંકી ફળિયુ ઝંખવાવ તાલુકો માંગરોળને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
વિનોદ મૈસુરિયા : વાંકલ