માંગરોળ તાલુકાના ગીજરમ ગામે થી દોઢ વર્ષનો દીપડો વન વિભાગ એ ગોઠવેલા પાંજરામાં પુરાયો હતો છેલ્લા થોડા દિવસથી દિપડાની અવર-જવર થતી રહેતી હોય જેથી ગીજરમ ગામની ઉચ્ચતર પ્રાથમિક શાળાનાં મુખ્ય શિક્ષક દ્વારા શાળાનાં કંમ્પાઉન્ડમાં સાંજનાં સમયે વન્ય પ્રાણી દિપડો દેખાયા અંગેની જાણ રેંજનાં પરિક્ષેત્ર વન અધિકારી હિરેન.બી.પટેલ ને કરવામાં આવતા કાર્યવાહી શરૂ કરાઈ હતી રેંજ સ્ટાફ દ્વારા તાત્કાલીક ધોરણે સ્થળ નિરિક્ષણ કરાવી પાંજરૂ મુકાવવામાં આવ્યું હતું અને ત્યારબાદ ગત રાત્રે ગીજરમ ગામે ગોઠવેલ પાંજરામાં મારણ ખાવાની લાલચે દિપડો પાંજરે પુરાયો હતો. જે અંગેની જાણ ગામનાં સરપંચ કમુબેન રતીલાલ વસાવા એ વાંકલ વન વિભાગને જાણ કરતા રેન્જ ફોરેસ્ટ ઓફિસર હિરેન.બી.પટેલ, ફિલીપભાઇ ડી.ગામીત, ઇનચાર્જ ફોરેસ્ટર વાંકલ, હિતેશ સી.માળી ફોરેસ્ટર ઝંખવાવ તેમજ વન્ય જીવ દયા પ્રેમી કૌશલકુમાર, દત્તકુમાર, પ્રિતેશકુમાર સ્થળ પર તાત્કાલીક પહોંચી ગયા હતા અને પિજરાને કબજામાં લઇ દિપડાને રાત્રીના સમયે દુરનાં ગાઢ જંગલ વિસ્તારમાં સુરક્ષિત રીતે મુક્ત કરવામાં આવ્યો હતો.
વિનોદ મૈસૂરિયા : વાંકલ