Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ તાલુકાનાં લવેટ ગામે શાકભાજીની 800 કીટ બનાવી વિતરણ કરી.

Share

માંગરોળ તાલુકાના લવેટ ગામનાં સરપંચ શ્રી મનોજભાઈ વસાવા અને વાંકલમાં શાકભાજીનો વેપારી કરતાં કાનજીભાઇ વસાવા (રહે.લવેટ) બે સેવાભાવિઓ દ્વારા લવેટ ગામના પારસી ફળિયું, કાલાવડ, હરીફળીયુંમાં દરેકનાં ઘરે શાકભાજીની કીટમાં કાંદા, બટાકા, રિંગણ, ભીંડા અને ગુવાર, ટામેટાની કીટ બનાવીને વિતરણ કરી. 800 પરિવારોને કીટ આપવામાં આવી. ગામમાં દરેક પરિવારને કીટ આપી ઉમદા વ્યક્તિતવનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. કોરોના વાયરસને લીધે 3 જી મે સુધી લોકડાઉન છે ત્યારે આ સરપંચ મનોજભાઈ વસાવા અને કાનજી ભાઇ વસાવાના આ કાર્યને લોકોએ વધાવી લીધો હતો.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરના મીરા પંજવાણીને ઇન્ટરનેશનલ ઇનર વ્હીલ ક્લબનો માર્ગારેટ ગોલ્ડિંગ એવોર્ડ મળ્યો.

ProudOfGujarat

ભરૂચ નગરપાલિકાનાં કારણે વેપારીઓનું ભવિષ્ય અંધકારમય બન્યું…. જાણો કેમ..?

ProudOfGujarat

રાજપીપળા : સેલંબા ખાતે છોકરીઓની છેડતીનાં બનાવ સંદર્ભે બે કોમ વચ્ચે ધીંગાણું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!