Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : આદિવાસીઓના ખોટા પ્રમાણપત્ર લેનારાઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવા આદિવાસી હિત રક્ષક સમિતિએ માંગ કરી.

Share

માંગરોળ તાલુકા મથક મામલતદાર કચેરી ખાતે આદિવાસી હિત રક્ષક સમિતિના આગેવાનોએ આદિવાસીઓના નામે ખોટા પ્રમાણપત્ર લેનારા વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી ગુજરાતના મુખ્યમંત્રીને સંબોધીને લખેલું એક આવેદનપત્ર માંગરોળના મામલતદારને સુપ્રત કર્યું હતું.

આ બાબતે આગેવાનોએ જણાવ્યું કે ભારતના સંવિધાન મુજબ ગુજરાત રાજ્યના સાચા આદિવાસીઓને જાતિ પ્રમાણપત્ર બાબતે ઘોર અન્યાય થઈ રહ્યો છે. જાતિ પ્રમાણપત્ર આપવા માટે નિયામકશ્રી, આદિજાતિ, ગાંધીનગર એ કરેલ તા.15-6-2022 નો પત્ર ગુજરાત સરકારે જાતિ પ્રમાણપત્ર આપવા અને નિયમન કરવા બાબતે બનાવેલ નિયમોનો ભંગ કરે છે. આ પત્ર નિયમ ૩ માં આપેલ જોગવાઇઓનું દેખીતું ઉલ્લંઘન કરે છે. આ પત્ર ફક્ત ખોટાં જાતિ પ્રમાણપત્ર લેનારા સમુદાયોને મદદ કરવાનાં આશયથી બહાર પાડવામાં આવ્યો છે એટલે આ પત્ર તાત્કાલિક રદ કરવામાં આવે ગુજરાત સરકારે જાતિ પ્રમાણપત્ર આપવા, નિયમન કરવા બાબતે બનાવેલ કાયદો-2018 અને નિયમો 2020 ના ઉપરવટ નિયમો સુધારવા બહાર પાડેલ તા. 25-10-2021 નું ડ્રાફ્ટ નોટિ ફીકેશન ગુજરાત સરકાર દ્વારા બનાવેલ 2018 ના કાયદો અને એના અંતર્ગત બનાવેલ 2020 નાં નિયમોની વિરુદ્ધ હોઈ આ ડ્રાફ્ટ નોટિ ફિકેશનને તાત્કાલિક રદ કરવા વિનંતી છે. ગીર, બરડાના જંગલ વિસ્તારમાં નેસમાં રહેતા રબારી, ભરવાડ, ચારણ જાતિઓને બક્ષીપંચમાં સમાવેશ કરવા માટે ગુજરાત સરકારે કેન્દ્ર સરકારને દરખાસ્ત મોકલી હતી. પરંતુ કેન્દ્ર સરકારે પૂર્તતા કરવા માટે દરખાસ્તને રાજ્ય સરકાર ને પરત મોકલી હતી. જે વાતને એક વર્ષ જેટલો લાંબો સમય વીતવા છતાં ગુજરાત સરકારે આજદિન સુધી પૂર્તતા કરી નથી અને જરૂરી બિડાણ સાથે કેન્દ્ર સરકારને દરખાસ્ત પરત મોકલેલ નથી. જેથી ઓબીસીમાં સમાવેશ કરવાની દરખા સંબંધિત જરૂરી બિડાણ દસ્તાવેજો મોકલી પૂર્તતા કરીને દરખાસ્ત વહેલી તકે કેન્દ્ર સરકારને મોકલવામાં આવે અને સાચા આદિવાસી અધિકાર સમિતિ ગુજરાત રાજ્ય અને સમસ્ત આદિવાસી સમાજ ગુજરાત રાજ્યને એની જાણ કરવામાં આ વિનતી કરીએ છીએ.

Advertisement

આદિવાસી અધિકાર બચાવ સમિતિ ગાંધીનગર સાથે સરકારશ્રીએ તા. 19-02-2020 નાં રોજ સમાધાન કર્યું એ અનુસંધાને સરકાર દ્વાર ગીર બરડા અને આલેચ ના જંગલ વિસ્તારમાં નેસમાં રહેતા રબારી ભરવાડ અને ચારણ જાતિના થોકો તા. 26-10-1956 ની સ્થિતિ એ વસવાટ કરતા અને તેમના વારસદારો નક્કી કરવા બાબત કારીયા સમિતિની રચના કરવામાં આવી હતી. સદર સમિતિએ તો 4-11-2021 સુધી નિર્ધારિત કરેલ નિયત સમય મર્યાદામાં તમામ કામગીરી પૂર્ણ કરવાની હતી. પરંતુ આજદિન સુધી આ કામગીરી પૂર્ણ કરવામાં આવી નથી. જે કામગીરી તાત્કાવિક પૂર્ણ કરવામાં આવે એવી વિનંતી છે.

સને 2018 માં મેડિકલ કોપલેજમાં અનુસૂચિત જનજાતિની બેઠક પર ખોટા જાતિ પ્રમાણપત્ર લેનારાઓએ પ્રવેશ લીધો હતી એની જાણકારો મળતાં એમની જાતિ પ્રમાણપત્ર ચકાસણી કરી એમનો પ્રવેશ રદ કરવા હાઇકોર્ટમાં પીટીશન 135/201 દાખલ કરવામાં આવી હતી. એના અનુસંધાને ગુજરાત સરકારે વિજીલન્સ દ્વારા ચકાસણી કરી ખોટા જાતિ પ્રમાણપત્ર લેનારાઓની યાદી વિશ્લેષણ સમિતિને આપી હતી એ યાદી સરકાર દ્વારા હાઇકોર્ટમાં રજૂ કરવામાં આવી હતી એ યાદી પૈકીના 64 વિધાર્થીઓ ખોટા જાતિ પ્રમાણપત્ર લેનારાઓની સામે કાર્યવાહી કરવા હાઇકોર્ટ તા 2-06-2019 ના રોજ ઓર્ડર કર્યો છે.

માધુરી પાટિલના સુપ્રિમ કોર્ટના ચુકાદા મુજબ એ તમામ ધ્વ વિધાર્થીઓની સામે ૩ મહિનામાં કાયદેસર કાર્યવાહી પૂર્ણ કરી તેમનો પ્રવેશ કરવાનો થાય છે. જે અંગે સમસ્ત આદિવાસી સમાજ ગુજરાત રાજા અને સાચા આદિવાસી અધિકાર બચાવ સમિતિ ગુજરાત રાજ્ય દ્વારા વારવાર લેખિતમાં અને મૌખિક રજૂઆતો કરવા છતાં બોગસ આદિવાસી પ્રમાણપત્ર ધરાવનારને બચાવવા ઇરાદાપૂર્વક ગુજરાત સરકાર દ્વારા છેલ્લાં ચાર વર્ષથી પગલા લેવામાં આવ્યા નથી જેથી આવના વિધાર્થીઓની યાદીમાં નામ છે એમની સામે તાત્કાલિક પગલાં લઇ, શિક્ષાત્મક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને સાચા આદિવાસીઓને ન્યાય આપવા વિનંતી છે. જો સરકાર આ ખોટા જાતિ પ્રમાણપત્ર લેનારા વિદ્યાર્થીઓઓનો પ્રવેશ રદ ના કરે તો ખોટા પ્રમાણપત્રો ધરાવનારા વિધાર્થીઓ એમબીબીએસની ડિગ્રી આવતા વર્ષે લઇ લેશે જેના માટે ગુજરાત સરકારનું વહીવટી તંત્ર જવાબદાર રહેશે.

વિનોદ મૈસુરિયા : વાંકલ


Share

Related posts

અંકલેશ્વર- શહેર પોલીસે ૬૦ હજાર ઉપરાંત ના વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડયો…

ProudOfGujarat

માંગરોળ વિધાનસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર અને પ્રદેશ કોંગ્રેસ મંત્રી 321 કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા.

ProudOfGujarat

અંકલેશ્વર તાલુકાના અવાદર ગામ ખાતે દવા વાળુ પાણી પીતા 12 નાની મોટી બકરીઓ ના મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!