માંગરોળ તાલુકાના નાની નરોલી ગામે 9મી ઓગસ્ટ આંતરરાષ્ટ્રીય આદિવાસી દિનની ઉજવણીના આયોજન માટે બિલ ફેડરેશન ઓફ ઇન્ડિયાના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉત્તમભાઈ વસાવા ના નેતૃત્વ હેઠળ કાર્યકરોની બેઠક યોજાઇ હતી.
આદિવાસી સમાજના બંધારણીય હકો અને અધિકાર માટે ખાસ ગુજરાતના ટ્રાઇબલ બેલ્ટમાં ભીલ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા સતત લડત આંદોલનો કરવામાં આવી રહ્યા છે ત્યારે લોકજાગૃતિ વધતા સમાજને એકત્રિત કરવાના ભાગરૂપે પ્રતિવર્ષ ભીલ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા 9 ઓગસ્ટ આંતર રાષ્ટ્રીય આદિવાસી દિનની ઉજવણીનું ભવ્ય આયોજન સંગઠનના માધ્યમથી કરવામાં આવે છે. ભીલ ફેડરેશન ઓફ ઇન્ડિયાના કાર્યકરોની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં ઓલપાડ કામરેજ બારડોલી સહિત વિવિધ તાલુકાના સંગઠનના કાર્યકરો હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. તેઓને ભીલ ફેડરેશન ઓફ ઇન્ડિયાના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉત્તમભાઈ વસાવા દ્વારા આદિવાસી સમાજના હક્કો અને અધિકારો અને અગામી આદિવાસી દિનની ઉજવણીના આયોજન માટે વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ સંગઠનના કાર્યકર્તાઓ દ્વારા આદિવાસી દિનની ઉજવણીના આયોજન અંગે સૂચનો કરી ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
વિનોદ મૈસુરિયા : વાંકલ