Proud of Gujarat
GujaratFeaturedINDIA

સુવિચારોનું અનુસરણ આભૂષણ છે જયારે કુવિચારોનું અનુસરણ દૂષણ છે – ડો. મતાઉદ્દીન ચિશ્તી.

Share

ઐતિહાસિક સૂફી ખાનકાહોમાં સ્થાન ધરાવતી સુરત જિલ્લાની મોટામિયાં માંગરોલની ઐતિહાસિક ગાદીના એકમાત્ર અધિકૃત વર્તમાન ગાદીપતિ- સજજાદાનશીન હિઝ હોલીનેસ ખ્વાજા સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તીના પુત્ર અને ગાદીના અનુગામી ડો.મતાઉદ્દીન સલીમુદ્દીન ચિશ્તી સાહેબે તારીખ ૨જી અને ૩જી એ સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી, જેનાબાદ, ચિકાસર, ભોજવા તથા સોખલી જેવા વિસ્તારોની ટૂંકી મુલાકાત દરમિયાન ગાદી સાથે સંબંધો ધરાવતા શિષ્યો- અકીદતમંદોને મળીને આધ્યાત્મિકતા – રુહાનિયતની મહત્વતા સમજાવી હતી.
તેમણે વિવિધ ઉદાહરણ થકી જીવન સાથે સંકળાયેલ પરિબળોને સમજાવતા જણાવ્યું હતું કે, દરેક વ્યક્તિએ સત્ય અને અસત્ય વચ્ચેનો ભેદ પારખવો રહ્યો, એ માટે પણ પ્રયાસ કરવો પડશે. આધુનિકતામાં હવે આપણે સૌ આભાર માનવાનું ભૂલી ગયા છીએ, તે આભારની પ્રક્રિયા પુનઃ શરૂ કરવાની જરૂર છે, તેમણે ઉમેર્યું હતું કે, આભારથી આરંભ કરું છું, અને પ્રેમથી પ્રયાસ કરું છું, સફળ થશે પ્રયાસ પ્રેમનો એ આશાથી ગમન કરું છું, જેનો આરંભ જ આભારથી થાય એનો અંત હમેશા અદ્ભૂત હોય છે. સમાજ કે પરિવારમાં વધુ પડતી સમસ્યાઓ અજાણતામાં અભિપ્રાય આપવામાં થતી હોય છે, કોઇ વિશે સત્ય જાણ્યા વિના ઉતાવળે મંતવ્ય કે મત ન આપવો જોઇએ, તથ્ય સાથે લાગણી, ભાવ કે સંવેદનાઓને પણ સમજવી એટલી જ જરૂરી છે. સુવિચારોનું અનુસરણ આભૂષણ છે જયારે કુવિચારેનું અનુસરણ દૂષણ છે. ક્રોધ વિનાશ નોંતરે છે અને સહનશીલતા સફળતા પ્રાપ્ત કરાવે છે.

આ ઉપરાંત કહ્યું હતું કે, કોઈપણ ધર્મ કે સમાજને માનનારા ભાઇ- બહેનો વચ્ચે એક્તા મજબૂત કરવા પ્રયત્નશીલ રહેવું જોઇએ. વ્યસનમુક્તિ અભિયામ અંતર્ગત સમાજને આર્થિક, માનસિક અને શારીરિક રીતે નુકશાન પહોંચાડતા વ્યસનનો ત્યાગ કરવા તથા તેના ગેરલાભ વિશે જણાવી વ્યસનમુક્ત થવા સલાહ આપી વ્યસનમુક્તિના શપથ લેવડાવ્યા હતા.

Advertisement

અંતમાં પોતાના પૂર્વજોએ બતાવેલ આધ્યાત્મિક પગદંડી પર ચાલી ઘેર ઘેર ગાય પાળો, કોમીએકતા, ભાઈચારો, ઘેર-ઘેર વૃક્ષ વાવવાની સાથે શિક્ષણ મેળવી આગળ ધપવાન આહવાન સાથે સમગ્ર સમાજના સહકાર બદલ આભાર માનવામાં આવ્યો હતો.સમગ્ર પ્રવાસ દરમિયાન સુંદર આયોજન ઈકબાલભાઈ, ગનીભાઇ, યુનુસ ભાઇ, હુશેનભાઇ તેમજ સમગ્ર સમાજના વિવિધ અગ્રણીઓ દ્વારા એકસંપીથી કરવામાં આવ્યું હતું. સિરહાનભાઇ કડીવાલા આભાર વ્યક્ત કરી ગાદી પ્રેરિત ફાઉન્ડેશનની સેવા અને એચ એચ એમ સી શૈક્ષણિક સંકુલ વિશે જણાવ્યું હતું.

વિનોદ મૈસુરિયા : વાંકલ


Share

Related posts

સંસદના ચોમાસુ સત્રમાં થયેલી કાર્યવાહી અંગે કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણનું નડિયાદના પત્રકારોને સંબોધન

ProudOfGujarat

નર્મદાના તિલકવાડામાં લકઝરી-રોલરનો અકસ્માત,લકઝરીની નુકસાની વસુલવા 2 નું અપહરણ:તિલકવાડા પોલીસે 5 વિરુદ્ધ અપહરણની ફરિયાદ નોંધી.

ProudOfGujarat

ભરૂચના સરદાર બ્રિજ ખાતે અકસ્માતમાં ત્રણના મોત એક ગંભીર : પીકઅપ વાનની છત ઉપર બેઠેલા 4 લોકો બ્રિજની રેલિંગ સાથે ભટકાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!