Proud of Gujarat
INDIAFeaturedGujarat

માંગરોલ ભારતીય વિદ્યા ભવન્સ નાની નરોલી ખાતે તેજસ્વી મન કાર્યક્રમ યોજાયો.

Share

ભારતીય વિદ્યા ભવન્સ જી.આઇ.પી.સી એલ. એકેડમીના આચાર્ય વૈભવ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ આજ રોજ તેજસ્વી મન (BRIGHTER MIND PROGRAM) કાર્યક્રમ શાળાનાં વિદ્યાર્થીઓ માટે (સત્ર 2022-2023) યોજવામાં આવ્યો જેમાં બી.એમ.નાં શિક્ષકો અને વાલીઓ હાજર રહ્યાં: બ્રાઇટર માઈન્ડ કાર્યક્રમ આયોજનનો સમગ્ર શ્રેય શ્રીમતી વત્સલા વાસુદેવા મેડમ ( મેનેજિંગ ડિરેક્ટર જી.આઈ.પી.સી.એલ.) ને અર્પણ છે. જેમના માર્ગદર્શન હેઠળ શાળાના વિદ્યાર્થીઓને ઓછી ફીમાં આ કોર્સ કરવાનો મોકો મળ્યો તથા આ માટે હાર્ટફુલનેસ ટ્રસ્ટનો અને એમ.ડી મેડમના અમે ખૂબ ખૂબ આભારી છીએ.

આ કાર્યક્રમનો મુખ્ય હેતુ બાળકોમાં અવલોકન કૌશલ્ય, સર્જાત્મક વિચારશીલતા, કલ્પનાશક્તિ અને એકાગ્રતામાં વધારો કરવામાં મદદ કરવી એવો હતો. માનસિક કઠિનતા વિકસાવવામાં મદદ કરવી તથા ખાસ કરીને આ કાર્યક્રમ મનોસ્થિતિનું હકારાત્મક સંચાલન કરવામાં મદદ કરશે.

આ કાર્યક્રમનું સંચાલન શાળાની શિક્ષિકા બહેનો દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના મુખ્ય મહેમાન માસ્ટર ટ્રેઈનર સુરેશ રાજગોપાલન અને માસ્ટર ટ્રેઈનર સોમ્યા રાજગોપાલનનું આચાર્યશ્રી વૈભવ અગ્રવાલ દ્વારા સ્વાગત સંબોધનમાં પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરવામાં આવ્યુ. આચાર્ય વૈભવ અગ્રવાલ સાહેબ દ્વારા બ્રાઇટર માઈન્ડનાં મહત્વ વિશે જાણ કરવામાં આવી. સોમ્યા રાજગોપાલન દ્વારા બ્રાઇટર માઈન્ડનાં જ્ઞાનની માહિતી આપવામાં આવી. વાર્તા કહેવી, અવલોકન કાર્ય કરાવવું, ડાયરી લખવાની આદત, મેડિટેશન અને સૂતી વખતે કરવામાં આવતી પ્રાર્થના આ બાળકોના જીવનમાં પરિવર્તન લાવી શકે છે તો રોજિંદા જીવનમાં તેનું પાલન કરાવવું તે વિશે પ્રેરણા આપવામાં આવી. વધુમાં, તે શાળાઓ અને સંસ્થાઓમાં જીવન કૌશલ્ય અને માનસિક સ્વાસ્થ્ય વર્કશોપનું આયોજન કરે છે.

Advertisement

કાર્યક્રમમાં વિધિવત્ પ્રવૃત્તિઓ કરાવવાની હોય છે જેમાં સર્કલ ટાઈમ, રિલેક્સેશ, મેડીટેશન, મોટીવેશનલ વિડિયો બતાવવામાં આવે છે જેનાથી બાળકોમાં એકાગ્રતા અને સજજતામાં વધારો થાય છે અને તેઓ આંખે પટ્ટો બાંધીને પણ વસ્તુની ઓળખ કરી શકે છે. આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓ સાથે સાથે વાલીઓને પણ મેડીટેશન તથા સૂતી વખતે કરવામાં આવતી પ્રાર્થના કરવાનો પણ આગ્રહ કરવામાં આવે છે. આ કાર્યક્રમ ધોરણ 4 થી 9 નાં વિદ્યાર્થીઓ માટે આયોજિત કરવામાં આવ્યો હતો.

ન્યુરોપ્લાસ્ટીસીટીના વિજ્ઞાન પર આધારિત, બ્રાઈટર માઈન્ડ્સ (બીએમ) એ 5 થી 15 વર્ષની વયના બાળકો માટે આજીવન શિક્ષણ માટે જ્ઞાનાત્મક વૃદ્ધિને ઉત્પ્રેરિત કરવા માટે રચાયેલ તાલીમ પદ્ધતિ છે. આવા કાર્યક્રમમાં માલિકીના અરસપરસ સાધનો અને તકનીકોનો ઉપયોગ કરીને, આવા દરેક તાલીમ કાર્યક્રમોનો ઉદ્દેશ મગજના સંપૂર્ણ સક્રિયકરણ પર છે જ્યાં જમણા મગજને કસરત, ધ્વનિ તરંગો અને આરામ દ્વારા ડાબી જમણી સંતુલન પ્રાપ્ત કરવા માટે ઉત્તેજિત કરવામાં આવે છે. પરિણામ બૌદ્ધિક, સામાજિક અને ભાવનાત્મક રીતે તેજસ્વી મન છે.

આ કાર્યક્રમનું સમાપન શાળાની શિક્ષિકાના આભાર શબ્દો દ્વારા કરવામાં આવ્યું તથા અંતમાં વાલીઓને હાર્ટફૂલનેસ મેડીટેશન કરાવીને રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું.

વિનોદ મૈસુરિયા : વાંકલ


Share

Related posts

ભરૂચ જિલ્લા પોલીસ વડા તરીકે ડો.લીના પાટીલે ચાર્જ સંભાળ્યા બાદથી દારૂ, જુગારના અડ્ડાઓ પર પોલીસના સતત દરોડા,અનેક જુગારીઓ અને બુટલેગરો જેલ ભેગા..!!

ProudOfGujarat

પ્રોહિબીશનના ગુના માં છેલ્લા ૧ વર્ષ થી નાસતા ફરતા આરોપીને ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડ્યો હતો…..

ProudOfGujarat

ભંગાર ની હરાજી માં ભ્રસ્ટાચાર…? આમોદ પાલિકા ની કામગીરી સામે ઉઠ્યા સવાલ, કોંગ્રેસ મહામંત્રીએ કરી મુખ્યમંત્રી કાર્યાલય સુધી રજુઆત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!