Proud of Gujarat
FeaturedGujaratINDIA

વાંકલમાં સુરત જિલ્લા કોંગ્રેસના નવા વરાયેલા પ્રમુખ મનહર પટેલનું સન્માન કરાયું.

Share

માંગરોળ તાલુકાના વાંકલ ખાતે સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિના નવા વરાયેલા પ્રમુખ મનહર પટેલનું કોંગ્રેસ સમિતિના આગેવાનો દ્વારા સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું.

ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા સુરત જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પદે પ્રથમવાર દલિત સમાજના આગેવાનની નિમણૂક કરવામાં આવી છે. મનહરભાઈ માધવભાઈ પટેલ મૂળ કામરેજ તાલુકાના મોરથાણા ગામના વતની છે અને 1986 માં તેઓ કામરેજ તાલુકા પંચાયતના પ્રમુખ પદે સેવા આપી ચૂકયા છે. મનહરભાઈ પટેલ છેલ્લા ૨૦ વર્ષથી જિલ્લા કોંગ્રેસના પ્રવક્તા તરીકે કામગીરી કરી રહ્યા હતા. કોંગ્રેસ પાર્ટીના આદર્શો અને સિદ્ધાંતો પર અડીખમ રહી નિષ્ઠાપૂર્વકની તેમની કામગીરીને ધ્યાને લઈ ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિ દ્વારા સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે મનહર પટેલની નિમણૂક કરવામાં આવી છે. નવા વરાયેલા પ્રમુખ માંગરોળ તાલુકાના પ્રવાસે આવતા વાંકલ ખાતે તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શામજીભાઇ ચૌધરી અને વરિષ્ઠ આગેવાનો દ્વારા તેમનુ સન્માન કરી શુભકામનાઓ પાઠવી હતી.

Advertisement

વિનોદ મૈસુરિયા : વાંકલ


Share

Related posts

સુરત જિલ્લાના લસકાણામાં 24 વર્ષના સગા મામાએ 14 વર્ષની ભાણેજ પર આચર્યું દુષ્કર્મ

ProudOfGujarat

સુરેન્દ્રનગરમાં સ્કુલ ફી નાં મુદ્દે કોંગ્રેસે કલેકટર કચેરીએ ઉગ્ર પ્રદર્શન સાથે રજુઆત કરી.

ProudOfGujarat

નબીપુર ગામે ડેંનશા પાસે પાર્ક કરેલી મોટરસાયકલ ની ઉઠાંતરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!