આચાર્ય વૈભવ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન શાળાનાં વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં અભિનેત્રીનાં જીવન સફરની વાત કહેવામાં આવી હતી. આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી થઈ હતી, જેમાં અભિનેત્રી ખુશી શાહ, આચાર્ય તથા સચિવ દ્વારા દીપ પ્રજ્વલિત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ વિદ્યાર્થીઓ દ્વારા અભિનેત્રી ખુશી શાહના સન્માનમાં એક ગીત રજુ કરવામાં આવ્યું હતું.
આચાર્યે તેમના સ્વાગત સંબોધનમાં અભિનેત્રી ખુશી શાહને નાની ઉંમરમાં પ્રાપ્ત કરે સિદ્ધિઓ વિશે જાણકારી આપી હતી અને તેમના સંબોધનમાં ગુજરાતના ઇતિહાસમાં થઈ ગયેલ મહાન વીરાંગના નાયિકા દેવી વિશે જણાવ્યું હતું અને તેમની વીરતા વિશે માહિતી આપી હતી. ત્યારબાદ મુખ્ય અતિથિ અભિનેત્રી ખુશી શાહે તેમનું વક્તવ્ય રજૂ કર્યું હતું.જેમાં તેઓએ મહંમદ ઘોરીને હરાવનાર પ્રથમ વીરાંગના નાયકા દેવી વિશે જણાવ્યું હતું. આજના અભ્યાસક્રમમાં નાયિકા દેવી વિશે ભણાવવામાં આવતું નથી. ત્યારે તેમને તેમની એવી ઇચ્છા પ્રગટ કરી કે નાયિકા દેવી વિશે અભ્યાસક્રમમાં ભણાવવામાં આવે.
અભિનેત્રી અને શાળાના વિદ્યાર્થીઓ વચ્ચે પ્રશ્નોત્તરી થઈ. એક્ટિંગ કરિયર વિશેની માહિતી, જીવનસંઘર્ષ વિશે, સફળતા મેળવવી અને તેના માટે કેવા પ્રયત્નો કરવા વગેરે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા, જેના અભિનેત્રી દ્વારા સંતોષકારક જવાબ આપવામાં આવ્યા હતા. બધા શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથે અભિનેત્રીએ ખુશીથી ફોટા પડાવ્યા હતા અને તેમના હસ્તાક્ષર આપ્યા હતા. અંતમાં રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું.
વિનોદ મૈસૂરિયા : વાંકલ