સુરત જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ તરફથી ઉમરપાડા તાલુકાના પાંચ ગામોમાં જરૂરિયાત મંદ લોકોને અનાજ કીટનું વિતરણ કરાયું હતું. સુરત જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ કાર્યપાલક ઇજનેર એમ.એસ.પટેલના માર્ગદર્શન હેઠળ માંગરોળના માર્ગ અને મકાન વિભાગ કચેરીના નાયબ કાર્યપાલક ઇજનેર અમિષભાઈ પટેલ તેમજ સ્ટાફના સભ્યો ઈજારદારોના સહયોગથી ચોખા, ઘઉંનો લોટ, મગની દાળ, શાકભાજી, તેલ, મસાલાની કુલ 50 કિટો તૈયાર કરી ઉમરપાડા તાલુકાનાં ઝરપણ, કાલીજામણ, ઉચવાણ, વેલાવી, આંબા, કેવડી બીજલવાળી ગામનાં જરૂરિયાત મંદ લોકોને માંગરોળ તાલુકાના નાયબ કાર્યપાલક ઇજનેર અમિષભાઈ પટેલના હસ્તે અનાજ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. માંગરોળ માર્ગ, મકાન વિભાગ દ્વારા સો જેટલી કીટો બનાવી આંબાવાડી, ઝીનોરા અને કંસાલી ગામનાં જરૂરિયાત મંદ લોકોને અર્પણ કરવામાં આવી.
Advertisement