રાજ્ય સરકાર દ્વારા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ દિવસ ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં જીઆઇપીસીએલ રચિત દીપ ટ્રસ્ટ, નાની નરોલી દ્વ્રારા કંપની કાર્યક્ષેત્રમાં આવતા ત્રણ તાલુકાની 33 શાળાઓમાં બાળકોને સ્કૂલબેગ કીટનું વિતરણ કરાયું છે.
માંગરોળ તાલુકાની ૧૯, માંડવી તાલુકાની ૭ અને વાલીયા તાલુકાની ૭ શાળા મળી કુલ ૩૩ શાળાઓમાં રૂ।.૨,૨૦,૧૨૯/-ના ખર્ચે પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવના ભાગરૂપે ધોરણ-૧ માં પ્રવેશપાત્ર બાળકોને પ્રોત્સાહન પૂરું પાડી શકાય એવા આશયથી સ્કૂલ બેગ કીટ અને માંગરોળ તાલુકાની ૩૫, માંડવી તાલુકાની ૮ અને વાલીયા તાલુકાની ૨૦ મળી કુલ ૬૩ આંગણવાડીમાં પ્રવેશ મેળવનાર નાના બાળકોને રૂ।.૩૭,૬૯૦/- ના ખર્ચે પ્લુટો ગિફ્ટ સેટનું વિતરણ કરવામાં આવેલ.
દીપ ટ્રસ્ટના સી.ઈ.ઓ. એન.આર.પરમારના માર્ગદર્શન હેઠળ ૧૭ માં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ઉજવણીમાં એન.પી વઘાસિયા, મેનેજર (સી .ડી ) અને દીપ ટ્રસ્ટના કર્મચારીઓ શાળાઓમાં હાજર રહી સ્કૂલ બેગ કીટ અને પ્લુટો ગિફ્ટ સેટનું વિતરણ કરવામાં આવ્યું હતુ.
વિનોદ મૈસુરિયા : વાંકલ