Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોલ 156 વિધાનસભામાં રાજસ્થાનના માજી ધારાસભ્ય સોહન નાયકના હસ્તે ઉમરપાડા ખાતે કોંગ્રેસ સમિતિની મિટિંગ યોજાઈ.

Share

આજે ઉમરપાડા તાલુકાના તમામ કાર્યકરો સાથે આવનારી વિધાનસભાની ચૂંટણી બાબતે ગ્રામ પંચાયત એક સંયોજકની નિમણૂક તેમજ મતદાર દીઠ એક પેજ સભ્ય બનાવવાના હોય એના ઉપર વિસ્તૃત માહિતી આપી અને સંગઠનને મજબૂત કરવા માટે વિશેષ માર્ગદર્શન પૂરું પાડ્યું. આવનાર દિવસોમાં કોંગ્રેસ પક્ષ કાર્યકરોને ચિંતન શિબિર થકી પક્ષની મજબૂતાઈ માટે માહિતગાર કરશે અને તમામ માહિતી એકત્રિત કરીને આવનારી વિધાનસભાની ચૂંટણી સુધીમાં કોંગ્રેસ પક્ષ વધુમાં વધુ મજબૂત થાય એ રીતે માર્ગદર્શન પૂરો પાડવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ઉમરપાડા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હરીશ વસાવા, જગતસિંહ વસાવા (IAS Retd ), નટવર વસાવા, રામસિંગભાઈ, ધરમસિંગભાઈ, હિતેશભાઈ, ભુપતભાઇ તથા અન્ય કાર્યકરો ઉપસ્થિત રહી પાર્ટી મજબૂત થાય એનું માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્યું હતું અને આવનારી વિધાનસભાની ચૂંટણીમાં તમામ કાર્યકરો ખભે ખભા મિલાવીને પાર્ટીને મજબૂત કરીને પાર્ટી વધુને વધુ મજબૂત થાય તેવા પ્રયત્ન કરવાનું આહવાન કરવામાં આવ્યું હતું.

Advertisement

વિનોદ મૈસૂરિયા : વાંકલ


Share

Related posts

પાદરામાં વૃદ્ધાને છેતરી ગઠિયા 3 બંગડી લઇ ફરાર

ProudOfGujarat

વડોદરાના નવાયાર્ડમાં પકડાયેલું માસ ગૌવંશનું હોવાનું ખુલતાં ત્રણ સપ્લાયર સહિત 8 સામે ગુનો.

ProudOfGujarat

ભાવનગરમાં મહાશિવરાત્રિ નિમિત્તે શિવમંદિરોમાં ધાર્મિક કાર્યક્રમોનું આયોજન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!