રાજ્યનાઉદ્યોગ અને ખાણ વિભાગ-ગાંધીનગર દ્વારા ગૌણ ખનીજોની કવોરીલીઝો, ક્વોરી પરમીટો તેમજ બિનઅધિકૃત ખનન, વહન, સંગ્રહના કેસોના બાકીલેણાની વસુલાત માટેની રાહત યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ રાહત યોજના મુજબ મુજબ સરકારી/ખાનગી કામો કરતા નાગરિકો, ઠેકેદારો અને ખાણ ખનિજ પ્રવૃતિ સાથે સંકળાયેલ વ્યક્તિઓ સામે કાયદા/નિયમોના ભંગ બદલ ગૌણ અને મુખ્ય ખનીજોના બિનઅધિકૃત ખનન, વહન, સંગ્રહના કેસોના બાકીલેણા ઉપસ્થિત થયેલ તેમજ લીઝ પટેદારો સમયસર રોયલ્ટી, ડેડરેન્ટ, સરફેસ રેન્ટ ભરપાઇ કર્યા ન હોય તેવા કેસોમાં લાગુ પડે છે.
આ યોજના અંતર્ગત (૧) લીઝ પટેદારો, રોયલ્ટી, ડેડરેન્ટ, સરફેસ રેન્ટ ભરપાઇ કરી વ્યાજ માફીનો લાભ મેળવી શકે છે. (૨) લીઝ/પરમીટ/સ્ટોકધારકો મંજૂર થયેલા વિસ્તારમાં થયેલા બિનઅધિકૃત ખનન, સંગ્રહના કેસોમાં ખનીજકિંમતને બદલે ખનીજોની સિંગલ રોયલ્ટી ભરપાઇ કરી લાભ મેળવી શકે છે. (3) અધિકૃત લીઝ/પરમીટ/સ્ટોક સિવાયના વિસ્તારમાં થયેલા બિનઅધિકૃત ખનન, સંગ્રહના કેસોમાં ખનીજકિંમતને બદલે ડબલ રોયલ્ટી ભરપાઇ કરી લાભ મેળવી શકે છે. (૪) બિનઅધિકૃત ખનન, વહન, સંગ્રહના કેસોમાં પકડાયેલા/સંકળાયેલા વાહનો/મશીનરીના સમાધાનની ૫૦% રકમ ભરપાઇ કરી લાભ મેળવી શકે છે. (૫) બિનઅધિકૃત વહનના કેસોમાં સમાધાનની રકમના ૫૦% રકમ ભરપાઇ કરી લાભ મેળવી શકે છે. (૬) સરકારી/ખાનગી ઠેકેદારોના પડતર નો ડ્યુઝ કેસોમાં ખનીજકિંમતને બદલે ડબલ રોયલ્ટી ભરપાઇ કરી લાભ મેળવી શકે છે.
ઉદ્યોગ અને ખાણ વિભાગના તા.૯/૬/૨૦૨૨ ના ઠરાવથી આ યોજના ૬(છ) માસ સુધી અમલી છે, જેનો લાભ લેવા ઇચ્છતા અરજદારોએ ભુસ્તરશાસ્ત્રીની કચેરી, જિલ્લા સેવા સદન-ર, અઠવાલાઈન્સ, સુરત ખાતે જરૂરી આધારપુરાવા સાથે લેખિત અરજી કરવા તથા જરૂરી માર્ગદર્શન માટે કચેરી સમય દરમિયાન રૂબરૂ સંપર્ક કરવા ભુસ્તરશાસ્ત્રી, ભુસ્તર વિજ્ઞાન અને ખનીજ ખાતાની યાદીમાં જણાવાયું છે.
વિનોદ મૈસુરિયા : વાંકલ