માંગરોળ તાલુકાના ચાર ગામોમાં પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય ગણપતસિંહ વસાવાના હસ્તે વિકાસના કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. માંગરોળ તાલુકાના ભડકુવા, લવેટ, ઇસનપુર અને અમરકુઈ ગામે રૂ.૨.૧૨ કરોડના ખર્ચે નવનિર્મિત રસ્તાઓ, પેવર-બ્લોક, બોર-મોટર-ટાંકી સહિત ગટરલાઈનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં ભડકૂવા ગામે રૂ.૫૦ લાખના ખર્ચે તૈયાર કરાયેલ રોડ, લવેટ ગામે રૂ.૮૫.૨૭ લાખના ખર્ચે તૈયાર કરાયેલ રોડ, પેવર-બ્લોક, બોર-મોટર-ટાંકી, ઇસનપુર ગામે રૂ.૫૪.૫૦ લાખનાં ખર્ચે તૈયાર કરાયેલ રોડ અને ગટરલાઈન તેમજ અમરકુઈ ગામે રૂ.૨૨.૫૦ લાખના ખર્ચે તૈયાર કરાયેલ રોડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના દંડક દિનેશ સુરતી, મહામંત્રી દીપક વસાવા, તાલુકા પંચાયતના પ્રમુખ ચંદન ગામીત, તાલુકા પંચાયતના સભ્ય દીપક ચૌધરી અને મુકેશ ગામીત, હર્ષદ ચૌધરી, રમેશ ચૌધરી સહિત ગામનાં લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના દંડક દિનેશ સુરતી, મહામંત્રી દીપક વસાવા, તાલુકા પંચાયતના પ્રમુખ ચંદન ગામીત, તાલુકા પંચાયતના સભ્ય દીપક ચૌધરી અને મુકેશ ગામીત,હર્ષદ ચૌધરી,રમેશ ચૌધરી સહિત ગામનાં લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.
ભડકુવા ગામે સભા સંબોધતી વખતે પૂર્વમંત્રી ગણપતસિંહ વસાવાએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ એના કર્મોથી પતી ગઈ છે, ભાજપ એ પતાવી નથી. ૫-૧૦ વર્ષથી કોંગ્રેસનો રાષ્ટ્રીય અધ્યક્ષ બનવા કોઈ તૈયાર નથી. કોંગ્રેસ પૂરી થઈ ગઈ છે. રાજસ્થાન અને છત્તીસગઢમાં રહેલી છે એનો સફાયો પણ આવતી ચૂંટણીમાં થઈ જશે.
વિનોદ મૈસૂરિયા : માંગરોળ