ભારતીય વિદ્યા ભવન્સ જી.આઇ.પી.સી.એલ એકેડમી,નાની નરોલીમાં 21 જૂન 2022 ના રોજ “YOGA FOR HUMANITY” મતલબ, “માનવતા માટે યોગ” એ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2022 ની થીમ અંતર્ગત આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તથા વિશ્વ સંગીત દિવસની ઉજવણીનું આયોજન શાળાના આચાર્યશ્રી વૈભવ અગ્રવાલ સાહેબના માર્ગદર્શન હેઠળ શાળાનાં સચિવ એચ.પી.રાવ સાહેબની હાજરીમાં શાળાના શિક્ષકો તથા વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું. આચાર્યશ્રીની સાથે મળીને શાળાના બધા શિક્ષકો તથા ધોરણ 1 થી 12 ના બધા વિદ્યાર્થીઓએ મળીને યોગ-પ્રાણાયામ કર્યા. યોગ-પ્રાણાયામ અને મેડિટેશન શાળા રોજ થતી પ્રવૃત્તિ છે જેનાંથી સહઅભ્યાસિક પ્રવૃત્તિઓમાં તેમને અનેક ઘણો લાભ પ્રાપ્ત થાય છે.
21 જૂનના રોજ સવારે શાળામાં કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી, ધોરણ 1 થી 3 નાં વિદ્યાર્થીઓને એ.વી. રૂમમાં અને ધોરણ 4 થી 12 નાં વિદ્યાર્થીઓને ટાઉનશિપમાં ઓપન થિયેટરમાં લઈ જઈ યોગાસન અને સંગીત કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. શાળામાં શિક્ષિકાઓ અને વિદ્યાર્થિનીઓ દ્વારા વિવિધ યોગાસન અને પ્રાણાયામ ભારત સરકારનાં માર્ગદર્શન અનુસાર કરાવવામાં આવ્યા. ત્યારબાદ આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસર પર આચાર્ય શ્રી દ્વારા ઓપન થિયેટરમાં જણાવવામાં આવ્યું હતું કે બાળક યોગ અને પ્રાણાયમ દ્વારા શારીરિક રીતે સ્વસ્થ અને સવારે વહેલા ઊઠીને યોગા કરે તે તેમનાં માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે ફાયદાકરક છે. શાળાના આચાર્ય તથા શિક્ષકગણ દ્વારા યોગના વિવિધ આસનો તથા પ્રાણાયામની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. વિશ્વ સંગીત દિવસની ઉજવણી નિમિત્તે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ વાંજિત્રો વગાડીને સુંદર સંગીતમય નિદર્શન કરવામાં આવ્યું હતું અને સંગીત શિક્ષક અને વિદ્યાર્થિની દ્વારા સંગીતમય ગીત પણ પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. શાળાનાં આચાર્યશ્રી દ્વારા લાફિંગ એક્સરસાઇઝ કરાવીને રમુજી માહોલ બનવવામાં આવ્યો. આ રીતે વિવિધ કાર્યકમો બાળકોના સર્વાંગી વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે. આ હેતુથી શાળાનાં શિક્ષક દ્વારા આભાર વ્યક્ત કરીને કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું.
વિનોદ મૈસુરિયા : વાંકલ