Proud of Gujarat
FeaturedGujaratINDIA

શ્રી હરિ ચેરીટેબલ ટ્રસ્ટ તરસાડી કોસંબા દ્વારા મોસાલી, નાની પારડી, હરસણી પ્રાથમિક શાળામાં નોટબુક વિતરણ કરાઈ.

Share

શ્રી હરિ ચેરીટેબલ ટ્રસ્ટ તરસાડી કોસંબા તાલુકો માંગરોળ દ્વારા માંગરોળ તાલુકાના મોસાલી પ્રાથમિક શાળા, નાની પારડી પ્રાથમિક શાળા, હરસણી પ્રાથમિક શાળામાં 1 થી 8 ધોરણના બાળકોને નોટબુક વિતરણ કરવામાં આવી હતી. જેમાં મોસાલી પ્રાથમિક શાળામાં 1351 નોટ, નાની પારડી પ્રાથમિક શાળામાં 528 નોટ હરણી પ્રાથમિક શાળામાં 641 નોટ બાળકોને આપવામાં આવી હતી. આમ કુલ 2520 જેટલી નોટબૂક બાળકોને વિનામૂલ્યે આપવામાં આવી હતી. આ નોટબુક વિતરણ ટ્રસ્ટના પ્રમુખ હસમુખભાઇ જી.પટેલ, મંત્રી ભાનુબેન પટેલ, દાતા સવિતાબેન સુરતી, દાતા રામુભાઈ સુરતી જીતેન્દ્રભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી. આ નોટબુક વિતરણ કરવા બદલ સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ ઇમરાન ખાન પઠાણ, મોસાલી પ્રાથમિક શાળાના આચાર્ય ભુપેન્દ્રભાઈ પટેલ, નાની પારડી પ્રાથમિક શાળાના આચાર્ય ઇલ્યાસભાઈ રાવત હરસણી, પ્રાથમિક શાળાના આચાર્ય જયંતીભાઈ પરમાર દાતાઓનો આભાર માનેલ હતો.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

ગોધરા શહેરની સાથે સરદાર વલ્લભભાઈ પટેલના જીવનની યાદગાર ક્ષણોની એક ઝાંખીનો વિશેષ અહેવાલ…

ProudOfGujarat

પ્રજામાં અનેરો ઉત્સાહ : ભરૂચ શહેરમાં આશ્રય સોસાયટી પાસેથી નીકળતી ભગવાન જગન્નાથજીની પવિત્ર રથયાત્રાના આયોજકો તૈયારીઓમાં…

ProudOfGujarat

વલસાડમાં દરિયાદેવ તિથલબિચ પર પારડીના માછીમારોએ સાગર પૂજન કર્યુ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!