આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત એસ.આર.પી.કેમ્પ વાવ દ્વારા કોસમાડી તથા સીમાડી ગામમાં જન જાગૃતિ રેલી યોજાઇ હતી. લોકોમાં સ્વચ્છતા બાબતે જાગૃતિ આવે વ્યસનથી દૂર રહે અને પાણીનો બગાડ અટકે જેવા ઉમદા મૂલ્યોની લોકોમાં જાગૃતિ આવે એવા ઉદ્દેશ સાથે કોસમાડી તથા સીમાડી ગામમાં રેલી સ્વરૂપે એનો ઉમદા પ્રયાસ કરવામાં આવેલ હતો. આ રેલીમાં SRP કેમ્પ વાવના નાયબ પોલીસ અધિક્ષક શૈલેષ આચાર્ય નાયબ પોલીસ અધિક્ષક અનિલ પટેલ પી.આઈ વસાવા સહિતના 50 થી 60 પોલીસ જવાનો ગામના ડેપ્યુટી સરપંચ ઉર્વીશ પટેલ કોસમાડી પ્રાથમિક શાળાના આચાર્ય યાસીનભાઈ મુલતાની તથા ગામ લોકો ઉપસ્થિત રહ્યા હતા. ગામના ડેપ્યુટી સરપંચ ઉર્વીશભાઈ પટેલે રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું. જ્યારે શાળાના આચાર્ય યાસીનભાઈ મુલતાની સૌનો આભાર વ્યક્ત કરેલ હતો.
વિનોદ મૈસૂરિયા : વાંકલ
Advertisement