Proud of Gujarat
GujaratFeaturedINDIA

માંગરોળના TDO ચંદ્રકાંત પઢિયારના કથિત વિડિયો વાયરલ મામલે તાલુકા કોંગ્રેસ દ્વારા તંત્રને જગાડવાનો પ્રયાસ.

Share

માંગરોળ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા તાલુકા પંચાયત કચેરી સામે ફટાકડા ફોડી અનોખી રીતે વિરોધ કરી તંત્રને જગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. લાંબો સમય વીતવા છતા તંત્ર દ્વારા TDO વિરૂદ્ધ કોઈ કાર્યવાહી નહિ કરાતા કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસે ફટાકડા ફોડી તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો અને TDO વિરૂધ્ધ સૂત્રોચ્ચાર કર્યા. કોંગી કાર્યકરો દ્વારા “ભ્રષ્ટાચારી ટીડીઓને હટાવો” નારાં સાથે ટીડીઓને સસ્પેન્ડ કરવાની માંગ કરી હતી. આ તકે માંગરોળ તાલુકા કોંગ્રેસ પ્રમુખ શામજી ચૌધરી, શાહબુદ્દીન મલેક, પ્રકાશ ગામીત, અનિલ ચૌધરી, રૂપસિંગ ગામીત વિગેરે કાર્યકરો હાજર રહ્યા હતા.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

લીંબડીના સસ્તા અનાજની દુકાન પર પુરવઠા મામલતદાર આવતા ખળભળાટ.

ProudOfGujarat

રાજપીપળા નજીકનાં ભદામ ગામની કરજણ નદીમાં નાહવા પડેલા પાંચ બાળકો પૈકી ૨ બાળકો પાણીમાં લાપતા.

ProudOfGujarat

માંગરોળ : કમોસમી વરસાદ વરસતા જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!