માંગરોળ તાલુકામાં કાર્યરત નવ ચેતન ટ્રસ્ટ તરફથી માંગરોળની વિવિધ સરકારી આરોગ્ય વિભાગમાં પી.પી.ઈ કીટો આપવાનું આયોજન. 50 જેટલી કીટો જિલ્લા માટે પ્રાંત અધિકારીને આપવામાં આવી. માંગરોળ તાલુકા મથકે આવેલ સરકારી રેફરલ હોસ્પીટલ, પોલિસ સ્ટાફ, 108ના સ્ટાફ તેમજ તાલુકા પંચાયત સ્ટાફ ગણને માંગરોળ – માંડવીના ઇન્ચાર્જ પ્રાંત અધિકારીની હાજરીમાં તેમજ નવ ચેતન ટ્રસ્ટનાં અને સુરત જિલ્લા ભાજપનાં પ્રમુખ દિલીપસિંહ રાઠોડ, માંગરોળ તા.પં.નાં પ્રમુખ જગદીશ ભાઇ ગામીત, ટી.ડી.ઓ. દિનેશભાઇ પટેલ વગેરેનાં હસ્તે પી.પી.ઈ. કીટોનું વિતરણ કરવામાં આવ્યું હતું. પ્રાંત અધિકારીશ્રી એ જણાવ્યું કે કોરોનાની વેશ્વિક મહામારીમાં લોકોએ કામ વગર ઘરની બહાર ના નીકળો, ઘરમાં રહો નું સૂચન કર્યું હતું. પ્રમુખ દિલીપસિંહ રાઠોડે જણાવ્યું કે ટ્રસ્ટ તરફથી ફ્રી માં એક લાખ માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું. ત્રણ હજાર પી.પી.ઈ કીટનું વિતરણ કરવામાં આવ્યું છે.
માંગરોળ તાલુકામાં આવેલી નવ ચેતન જન સેવા ટ્રસ્ટ તરફથી ત્રણ હજાર જેટલી પી.પી.ઈ. કીટોનું વિતરણ કરવામાં આવ્યું.
Advertisement