જિલ્લાશિક્ષણાધિકારીની કચેરી સુરત અને SVS 14 માંગરોળના સયુક્ત ઉપક્રમે માંગરોલ તાલુકાની શ્રી એન.ડી.દેસાઈ સાર્વજનિક હાઈસ્કૂલમાં તાલુકા ક્ક્ષાનો ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીયો ના કારકિર્દી માર્ગદર્શનનુ આયોજન થયુ હતુ.
આ કાર્યક્રમમા ઉદઘાટક અને મુખ્યવક્તા ચન્દ્રકાન્ત આર.પઢિયાર( TDO માંગરોળ )તથા મુખ્યમહેમાન વિજયભાઈ પ્રજાપતિ (AEI, જિલ્લા શિક્ષણાધિકારિની કચેરી,સુરત),અતિથિ વિશેષ રેખાબેન ચૌધરી આચાર્યા ITI ઝંખવાવ તથા સુરત રોજગાર કચેરી તથા સુરત ગર્લ્સ પોલિટેક્નિક કોલેજ, SVS 14 ની શાળાના આચાર્યો તથા શ્રી વાંકલ સાર્વજનિક કેળવણી મંડળના ટ્રસ્ટીઓ કાર્યક્રમમા હાજર રહ્યા હતા. TDO સાહેબ તથા તમામ મહાનુભવોના હસ્તે દીપ પ્રાગટય કરી કાર્યક્રમની શરુઆત કરવામા આવી હતી. મહેમાનો દ્વારા ઓફલાઇન અને તજગ્નો દ્વારા બાયસેક ઓનલાઈન બંને પ્રકારના આ કાર્યક્રમમા વિદ્યાર્થીઓને કારકિર્દી બનાવવાનુ સફળ માર્ગદર્શન મેળવેલ. આ કાર્યક્રમમા વાંકલ તથા આજુબાજુની શાળાના ધોરણ 9 થી 12 ના 200 વિદ્યાર્થીયો હાજર રહ્યા હતા. આ તાલુકા ક્ક્ષા સફળ કાર્યક્રમમા ઉપસ્થિત રહેલા તમામ મહાનુભવોનો શ્રી વાંકલ સાર્વજનિક કેળવણી મંડળના પ્રમુખ, મંત્રી તથા તમામ ટ્રસ્ટીઓ, આચાર્ય તથા શાળા પરિવારે આભાર વ્યક્ત કરેલ હતો.
વિન્ડ મૈસૂરિયા : વાંકલ