ગુજરાત રાજયના મુખ્યમંત્રીશ્રીએ રાજયનાં ઘઉં પકવતા ખેડૂતોનાં હિતમાં નિર્ણય લઈને રવિ સીઝન 2020/21 માં ખેડૂતોને લધુત્તમ ટેકાનાં ભાવ મળે તે હેતુથી રૂ 385/- 20 કિલોના ભાવથી આગામી સોમવાર તા.27/04/2020 થી 30/05/2020 સુધી ઘઉંની ખરીદી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમના ગોડાઉન ખાતે કરવાની જાહેરાત કરી છે. ઘઉં વેચાણ માટેનું રજીસ્ટ્રેશન સોમવાર 27 એપ્રિલ 2020 થી 10 મે 2020 સુધી કરાવવાનું રહેશે. એ,પી.એમ.સી. કોસંબાના ચેરમેનશ્રી રાજુભાઇ પાઠક અને સેક્રેટરી અજીતસિંહ આટોદરિયાએ જણાવ્યુ છે કે માંગરોળ તાલુકાનાં ખેડૂતોએ ઘઉં માટેનું રજીસ્ટ્રેશન માંગરોળ નિગમના ગોડાઉન પર કરાવવાનું રહેશે. રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ લોકડાઉનને ધ્યાને રાખી મેસેજ આવ્યા બાદ જ વેચાણ માટે નિગમના ગોડાઉન પર જવાનું રહેશે. ખેડૂતોએ માસ્ક ફરજિયાત પહેરવાનું રહેશે. રજીસ્ટ્રેશન માટે ખેડૂતોએ 7/12 8/અ ની નકલ, તલાટીનું વાવેતર અંગેનું પ્રમાણપત્ર, બેંક ખાતાની સંપૂર્ણ વિગત (પાસબુક), આધાર કાડૅ અને પાન કાડૅ લઈને જવાનું રહેશે.
ટેકાનાં ભાવે ઘઉં ખરીદવા સરકારની માન્યતા : માંગરોળ ખાતે નોંધણી શરૂ.
Advertisement